અફઘાનિસ્તાને હોંગકોંગને 94 રને હરાવ્યું

Spread the love

 

અફઘાનિસ્તાને T20 એશિયા કપ 2025માં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. ટીમે મંગળવારે પહેલી મેચમાં હોંગકોંગને 94 રનથી હરાવ્યું હતું અફઘાનિસ્તાને અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ 20 ઓવરમાં 6 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં, હોંગકોંગની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 94 રન જ બનાવી શકી હતી. અફઘાનિસ્તાન તરફથી સેદીકુલ્લાહ અટલ (52 બોલમાં 73 રન) અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ (21 બોલમાં 53 રન)એ અડધી સદી ફટકારી હતી. મોહમ્મદ નબીએ 33 રન બનાવ્યા હતા. કિંચિંત શાહ અને આયુષ શુક્લાએ 2-2 વિકેટ લીધી હતી. હોંગકોંગના બાબર હયાતે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી અને ગુલબદીન નઇબે 2-2 વિકેટ મેળવી હતી. અઝમતુલ્લાહ ઓમરઝાઈ T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર અફઘાન બેટર બની ગયો છે. તેણે 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ઓમરઝાઈએ ​​મોહમ્મદ નબીનો 21 બોલનો રેકોર્ડ તોડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *