
શ્રીલંકા ક્રિકેટ (SLC)એ એશિયા કપ 2025 શરૂ થાય તે પહેલા જ તેની ટીમમાં ફેરફાર કર્યા છે. બોર્ડે જાનિથ લિયાનાગેનો સમાવેશ કર્યો છે. હવે શ્રીલંકાની ટીમ 17 સભ્યોની થઈ ગઈ છે. બોર્ડે મંગળવારે સોશિયલ પ્લેટફોર્મ X પર એક પોસ્ટથી આ માહિતી આપી. બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પસંદગી સમિતિએ જાનિથ લિયાનાગેને ટીમમાં સામેલ કર્યો છે. શ્રીલંકાની ટીમ 13 સપ્ટેમ્બરે એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમનો પહેલો મુકાબલો અબુ ધાબીમાં બાંગ્લાદેશ સાથે રમાશે. ત્યારબાદ શ્રીલંકાની ટીમ 15 સપ્ટેમ્બરે હોંગકોંગ અને 18 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે મેચ રમશે. બે દિવસ પહેલા 7 સપ્ટેમ્બરના રોજ, શ્રીલંકાની ટીમે ઝિમ્બાબ્વે સામે 3 મેચની T20 શ્રેણી 2-1થી જીતી હતી. એટલું જ નહીં, ટીમે ODI શ્રેણી પણ 2-0થી ક્લીન સ્વીપ કરી હતી.