સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બુધવારે ૪૦ મુદ્દા ચર્ચાશે, કેન્ટીન નો મુદ્દો ક્યારે?
જીજે ૧૮ મનપા ખાતે કેન્ટીન ક્યારે શરૂ કરાશે, ચા ની ચૂસકી મારવા બહાર જવું પડે તેવી સ્થિતિ, ચાય પે ચર્ચા, કર દો કેન્ટીન પર થોડાશા ખર્ચા, જોઈએ પર્ચા,
બે વર્ષથી કેન્ટીનનો ખો તંત્ર અને સત્તાધીશો આપી રહ્યા છે, તંત્ર સત્તાધીશોના માથે નાખે છે, ત્યારે મહાનગરપાલિકામાં ૫૦૦થી વધારે કર્મચારીઓ કામ કરે છે, અને ચા પીવા પણ બહાર જવું પડે છે, ત્યારે ચા નાસ્તો તમામ સગવડ સાથે કેન્ટીન શરૂ કરવા પણ અનેક રજૂઆતો આવી છે તો ક્યારે?

માનવમિત્ર, ગાંધીનગર
GJ-18 મનપા દ્વારા આજે ૪૦ મુદ્દાઓ સાથે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન ગૌરાંગ વ્યાસ દ્વારા બોલાવવામાં આવી હતી, ત્યારે ૪૦ મુદાઓ માટે ચર્ચા આજે થઈ પણ કેન્ટીન નો પ્રશ્ન ઘણા સમયથી પેચીદો છે, તે ક્યારે ઉકેલ લાવશો તેવું લોકો કહી રહ્યા છે, દરેક જગ્યાએ કર્મચારીથી લઈને આવન-જાવન કરતા અરજદારો માટે ચા નાસ્તાની કેન્ટીન બધી જ જગ્યાએ ઊભી કરવામાં આવી છે, ત્યારે જીજે ૧૮ મહાનગરપાલિકા દ્વારા ઉભી કરેલી કેન્ટીનમાં હવે ઉધઈ લાગી ગઈ છે, ત્યારે કર્મચારીઓથી લઈને અરજદારોને પણ ચા ની ચૂસકી મારવા બહાર જવું પડે છે, ઘણીવાર તો દબાણ હટાવે, ઝુંબેશ ચલાવવામાં આવે ત્યારે અહીંયા પણ લારીગલ્લા હટી જતા ચાની ચુસકી પણ ઘણીવાર મળતી નથી, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૪૦ પ્રશ્નો આજે ચર્ચા ગયા પણ કેન્ટીન ના પ્રશ્ને ઉદાસીનતા કેમ? શહેર સંગઠન પાસે પણ આ ફરિયાદ પહોંચી હતી, હવે શહેર પ્રમુખ બદલાયા ત્યારે અહીંયા કેન્ટીન નું કંઈક કરાવો