“જીવન આસ્થા” અનેકના બંધ ખૂલ્યા રાસ્તા, યમરાજના દ્વારે પહોંચેલા ને પાછું લાવવાનું સરાહનીય કાર્ય એટલે “જીવન આસ્થા”નથી આખરી રાસ્તા: હર્ષ સંઘવી

Spread the love

 

 

વિનાશકાળે વિપરીત બુદ્ધિ, અંગત કારણોસર માણસ ભાંગી પડે ત્યારે ફક્ત પાંચ મિનિટ યોગ્ય વ્યક્તિ મળી જાય તો જીવન બચી જાયઃ વિકાસ સહાય

“જીવન આસ્થા” અનેકના બંધ ખૂલ્યા રાસ્તા, યમરાજના દ્વારે પહોંચેલા ને પાછું લાવવાનું સરાહનીય કાર્ય એટલે “જીવન આસ્થા”નથી આખરી રાસ્તા: હર્ષ સંઘવી

 

માનવમિત્ર, ગાંધીનગર

જીજે ૧૮ ખાતે આજરોજ જીવન આસ્થા જીવનની નવી આશા સાથે ૧૦ વર્ષ અવિરત સેવાના પૂર્ણ કર્યા ત્યારે આજરોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે રાજયના ગૃહમંત્રીએ જણાવેલ કે આત્મહત્યા નિવારણ દિવસ જીવન આસ્થાના દસ વર્ષ પૂર્ણ થયા, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ૧.૫ લાખ લોકોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે, યમરાજના દ્વારે પહોંચેલા ને પાછા લાવવાનું સરાહનીય કામ જે કાઉન્સિલિંગ દ્વારા કરવામાં આવે છે તેમાં ફક્ત પાંચ મિનિટ જોઈએ જો તેને કોઈ મળી ગયું અને સમજાવે તો ઘણા જ લોકોના વિચારો ડાયવર્ટ થતા હોય છે, આ બધી એક નાની ક્ષણો હોય છે જીજે ૧૮ શહેરમાં પોલીસની કામગીરી ઘણીજ સારી છે, ત્યારે રેન્જ આઈ જી વિરેન્દ્રસિંહ યાદવજીના અને પોલીસ અધિક્ષકના ભરપેટ વખાણ ડીજીપી વિકાસ સહાયે કર્યા હતા, “જીવન આસ્થા” અનેક લોકો જે જીવન સમસ્યા તકલીફોથી ભટકી ગયા હોય તેમના માટે નવા ખોલ્યા છે રસ્તા, જીવન એ અમૂલ્ય છે, આખરી રાસ્તા નથી, મદદની, અને જો મદદ મિત્રની મળી જાય તો જીવન બદલાઈ જાય, વધુમાં આ પ્રસંગે લાઁ વિકાસ સહાય દ્વારા જીજે ૧૮ પોલીસ એવા રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષકના વખાણ કર્યા હતા, સૌપ્રથમ પહેલ અહીંથી શરૂ કરવામાં આવી હતી, ત્યારે વિકાસ સહાય દ્વારા જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ દેવું, તકલીફ, સમસ્યા, પરિવારની સમસ્યા મગજ ઉપર હાવી થઈ જાય, અને કહેવત છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ અને આવા સમયે કોઈ ભાંગી પડે તેને કોઈ કાઉન્સિલિંગ અથવા મિત્ર મળી જાય તો ફક્ત પાંચ મિનિટમાં ૫૦% મગજ ડાયવર્ઝન થઈ જાય છે, અને જે બચી ગયા છે, તેમાં આજે અનેક લોકો સુપર જીવન જીવી રહ્યા છે, ત્યારે ૧૦ વર્ષમાં લાખો લોકોની જાન બચાવનારા જીવન આસ્થા એ મગજથી ભટકી ગયેલા માટે નવા દ્વાર જીવનના ખુલ્યા છે રાસ્તા, બાકી આખરી રાસ્તા નથી, જીવનની મજલ અનેક કાપવાની હોય છે, ત્યારે આ પ્રસંગે મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશજી ઠાકોર, ન.જી. પટેલ, ભાજપ જીલ્લા પ્રમુખ અનીલ પટેલ, ભાજપ શહેર પ્રમુખ આશિષ દવે, કાર્યકરો તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *