રોકડમાં વ્યવહાર એક સામાન્ય પ્રેક્ટિસ છે. ખાસ કરી જો ઘરમાં કે મિત્રને પૈસા આપવા કે લેવા પડે તો લોકો કેશ આપવામાં વધુ વિચારતા નથી. પરંતુ તમારી આ આદત મુશ્કેલી ઉભી કરી શકે છે. જી હાં, આવકવેરા વિભાગના નિયમ પ્રમાણે જો તમે રોકડમાં મોટી રકમની લેતીદેતી કરો છો તો તેના પર તમારે એટલો દંડ પણ ભરવો પડશે.
કેશમાં વ્યવહારની લિમિટ કેટલી છે? કેટલો દંડ લાગશે? ટેક્સથી બચવા માટે શું કરવું? આ બધા સવાલોના જવાબ અહીં તમે સરળ ભાષામાં સમજી શકો છો.
રોકડ વ્યવહારો પર આવકવેરાના નિયમ
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 271ડીડી મુજબ, તમારે મોટી રકમ રોકડમાં વ્યવહાર ન કરવો જોઈએ. જો તમે આવું કરો છો, તો તમે શંકાના દાયરામાં આવી શકો છો. એટલું જ નહીં, જો તમે આમ કરતા પકડાશો, તો તમને તેટલો દંડ થઈ શકે છે જેટલો તમે રોકડમાં લીધો છે અથવા આપ્યો છે. કર વિભાગે એક બ્રોશરમાં કહ્યું છે કે રોકડ વ્યવહારો ન કરો.
સોનાના ભાવમાં થઈ ગયો ઘટાડો? જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડ-સિલ્વરનો લેટેસ્ટ રેટ
રોકડ વ્યવહારોની મર્યાદા
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 269એસએસ હેઠળ, તમે કોઈને પણ 20000 રૂપિયાથી વધુ રોકડમાં આપી કે લઈ શકતા નથી. આ નિયમ મિત્રો અને સંબંધીઓ સાથેના વ્યવહારો પર પણ લાગુ પડે છે. જો તમે આ નિયમનું પાલન ન કરો છો, તો તમને કલમ 271ડીડી હેઠળ દંડ થઈ શકે છે. એટલે કે, જો તમે કોઈને અથવા કોઈની પાસેથી 25,000 રૂપિયાનો વ્યવહાર કરો છો, તો તમારે આવકવેરા વિભાગને 25000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે.
ટેક્સથી બચવા શું કરવું?
જો તમે કોઈ સાથે પૈસાનો વ્યવહાર કરો છો તો તે તો માટે માત્ર એકાઉન્ટ પે ચેક, એકાઉન્ટ પે બેંક ડ્રાફ્ટ કે ઈલેક્ટ્રોનિક મોડ જેમ કે NEFT, RTGS, UPI નો ઉપયોગ કરો.
લેરી એરિશન બની ગયા દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ, એલન મસ્કને બીજા સ્થાને ધકેલ્યા
આ કેસમાં લાગૂ નથી થતો નિયમ
– કોઈપણ બેંક, પોસ્ટ ઓફિસ બચત બેંક અથવા સહકારી બેંક (પરંતુ બધી સહકારી મંડળીઓ નહીં, પછી ભલે તે બેંકિંગ અથવા સંલગ્ન પ્રવૃત્તિઓમાં રોકાયેલી હોય કે ન હોય).
– કેન્દ્ર, રાજ્ય અથવા પ્રાંતીય કાયદા હેઠળ રચાયેલ કોઈપણ કોર્પોરેશન.
– કંપની અધિનિયમ, 2013 ની કલમ 2(45) માં ઉલ્લેખિત કોઈપણ સરકારી કંપની.
– કોઈપણ સૂચિત સંસ્થા, સંગઠન અથવા સંસ્થા (અથવા સંસ્થાઓ, સંગઠનો અથવા સંસ્થાઓનો જૂથ).
– જો આપનાર અને લેનાર બંને કૃષિમાંથી તેમની આવક કમાતા હોય તો પણ આ નિયમો લાગુ પડતા નથી.
સેક્શન 269ST
આ કલમ હેઠળ, તમે કોઈપણ વ્યક્તિ પાસેથી એક દિવસમાં 2 લાખ રૂપિયાથી વધુની રોકડ ચુકવણી સ્વીકારી શકતા નથી. આ નિયમ મોટા રોકડ સોદાઓને રોકવા માટે બનાવવામાં આવ્યો છે. આ માટે ચેક, ડ્રાફ્ટ અથવા ડિજિટલ ચુકવણી મોડનો ઉપયોગ કરો. અન્યથા, તમારે દંડ જેટલી જ રકમ ચૂકવવી પડશે.