મુંબઈ
પંજાબમાં આવેલા વિનાશક પૂરછી જનજીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. લાખો લોકો બેઘર થઈ ગયા છે અને તેમના માટે રોજિંદા ભોજનની વ્યવસ્થા કરવી પણ એક પડકાર બની ગઈ છે. આ મુશ્કેલ સમયમાં, રિલાયન્સ પરિવાર મદદ માટે આગળ આવ્યો છે અને 10 પોઈન્ટ એક્શન પ્લાન દ્વારા અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવી રહી છે.ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરને કારણે, પંજાબ ગંભીરપૂરની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિમાં,રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ રિટેલ, જિયો અને વનતારા સહિતના મળીને પૂર-પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે.તેમના દ્વારા દસ મુદ્દાની કાર્ય યોજના શરૂ કરવામાં આવી છે. આ અભિયાન માટે, રાજ્ય વહીવટીતંત્ર, જિલ્લા અધિકારીઓ અનેસ્થાનિક પંચાયતોના સહયોગથી રાહત કાર્ય યોજના તૈયારકરવામાં આવી છે. જેથી અમૃતસર, સુલતાનપુર લોધી અને આસપાસના વિસ્તારોમાં 10,000 થી વધુ અસરગ્રસ્ત પરિવારોને કોઈપણ વિલંબ અને મુશ્કેલી વિના આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પહોંચાડી શકાય.
