- એએમસી રેવન્યુ ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા
વાહનોનો ટેક્સ બાકી હશે તે વાહનો ડિટેઇન એટલે કે ડીલરોએ ગ્રાહકને વેચેલા વાહનોનો ટેક્સ જો સમયસર ભર્યો નહીં હોય તો તે જપ્ત કરી શકાય
અમદાવાદ
એએમસી રેવન્યુ ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું કે ઘણા સમયથી એવી ફરિયાદો મળી રહી હતી કે વાહન ડીલરો નવા વાહનોનો ટેક્સ ગ્રાહકો પાસેથી ઉઘરાવી લે છે, પરંતુ સમયસર એએમસી માં જમા કરાવતા નથી,આ સમસ્યાને અટકાવવા માટે AMCએ હવે કોર્પોરેશને આવા તમામ બાકીદારોને નોટિસ મોકલશે અને જો તેઓ ટેક્સ જમા નહીં કરાવે તો તેમનું રજિસ્ટ્રેશન રદ્દ કરી દેવામાં આવશે.આ બેદરકારીને કારણે મહાનગરપાલિકાને મોટા પ્રમાણમાં મહેસૂલનું નુકસાન થઈ રહ્યું છે.. આ નિર્ણયથી ડીલરોમાં ગંભીરતા આવશે અને ટેક્સની વસૂલાત વધુ પારદર્શક બનશે.
આ કાર્યવાહી માત્ર ટેક્સ વસૂલાત માટે જ નહીં, પરંતુ મહેસૂલ ચોરી અટકાવવા માટે પણ એક મહત્વપૂર્ણ પગલું છે. વાહન ટેક્સ એ શહેરના વિકાસ માટે એક આવશ્યક આવકનો સ્ત્રોત છે, અને તેનું સમયસર અને યોગ્ય રીતે કલેક્શન થવું જરૂરી છે. ઘણા ડિલરો ગ્રાહકોને ટેક્સ ભર્યાં વગર જ વાહનો આપી દેતા હોય છે, જેનાથી કાયદાકીય ગૂંચવણો ઊભી થાય છે. AMCનો આ નિર્ણય વાહન ખરીદ-વેચાણ પ્રક્રિયામાં વધુ શિસ્ત અને પારદર્શિતા લાવશે, જેનાથી ગ્રાહકો, ડીલરો અને કોર્પોરેશન ત્રણેયને ફાયદો થશે. આ કડક પગલાંથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ ઓછા થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
AMC ના કડક નિર્ણય અનુસાર, જે વાહનોનો ટેક્સ બાકી હશે તે વાહનોને ડિટેઇન કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ડીલરોએ ગ્રાહકને વેચેલા વાહનોનો ટેક્સ જો સમયસર ભર્યો નહીં હોય, તો તે વાહનોને જપ્ત કરી શકાય છે. જેથી ડીલરો પર ત્વરિત ટેક્સ ભરવાનું દબાણ વધશે. હાલમાં અમદાવાદ શહેરમાં અંદાજે 220 જેટલા વાહન ડીલરો કાર્યરત છે અને એવી ફરિયાદો છે કે દર વર્ષે 15 હજારથી વધુ વાહનોનો ટેક્સ જમા થતો નથી. આ પગલાંથી આ આંકડો ઘટી શકે છે અને AMCની આવકમાં વધારો થશે.
