હેમંત કોશિયાને છ વખત મળ્યું એક્સટેન્શન સાતમી વખત ‘વિદાય’, ફૂડ એન્ડ ડ્રગ્સના નવા કમિશ્નર નિમાયા

Spread the love

 

રાજ્ય સરકાર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સના નવા કમિશ્નરમની નિમણૂંક કરવામાં આવી છે, ત્યારે 6 વખત એક્સટેન્શન મેળવી ચૂકેલા હેમંત કોશિયાની આખરે કમિશ્નર પદેથી વિદાય થઈ છે. તેઓને સાતમી વખત એક્સટેન્શન આપવામાં આવ્યું નથી. રાજ્ય સરકાર દ્વારા ડૉ. રતનકંવર એચ.ગઢવીચરણને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ગાંધીનગર કમિશનરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

તેઓ હાલ કમિશનર ઓફ હેલ્થ (રૂરલ) અને નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગર ખાતે સેવા આપી રહ્યા છે. હવે તેઓને વધારાની જવાબદારી રૂપે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ગાંધીનગરના કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ નિમણૂંક આગામી સૂચના સુધી માટે માન્ય રહેશે.

ડૉ. રતનકંવર એચ.ગઢવીચરણને વધારાનો હવાલો સોંપાયો

આ નિયુક્તિ બાદ ડૉ. રતનકનવર ગઢવીચરણ આરોગ્ય સેવાઓ તેમજ દવાઓ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા નિયંત્રણ બંને ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાજ્ય સરકારના આ પગલાને કારણે આરોગ્ય ક્ષેત્રમાં વધુ કાર્યક્ષમતા અને પારદર્શિતા વધવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અધધ…20 દિવસમાં ઝડપાયો કરોડોનો દારૂ, બુટલેગરોની તમામ યોજનાઓને નિષ્ફળ બનાવતી પોલીસ

આખરે હેમંત કોશિયાની ‘વિદાય’

એચ.જી.કોશિયા લાંબા સમયથી આ પદ પર હતા અને તેમને છ વખત એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે સાતમી વખત તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું નથી. જેના કારણે તેમના કાર્યકાળનો અંત આવ્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ પગલાં લેવાયા હતા. હવે નવા કમિશનર રતનકવર ગઢવીચરણ પાસેથી મોટી આશાઓ રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *