રાજભવનના કવાટર્સ બનાવવાની જગ્યા નિમ કરી હતી જે કંપાવિસ્તારમાં અગર સરગાસણ તરફના પમ્પીંગ સ્ટેશનની જગ્યાએ ડમ્પીંગ સાઈડ ગોઠવવા અગર શહેરના છેવાડાની જગ્યાએ ખસેડવી જોઈએ તેવું અમારું મંતવ્ય
ગાંધીનગર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિત ઉપપ્રમુખ નિશિત વ્યાસે જણાવ્યું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા સેકટર–૭માં ઘન કચરો અને પ્રવાહી કચરાની ડમ્પીંગ સાઈડ દૂર કરવા વેપારીઓ,ગ્રાહકો,રહેવાસીઓ તથા નાગરિકોએ માંગણી કરી છે .ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા સેકટર-૭ માં ઘન કચરો અને પ્રવાહી કચરાને ડમ્પીંગ સાઈડ નિયત કરવામાં આવેલ છે જેમાં આ વિસ્તારમાં અતિશય દુર્ગંધ મારે છે અને આરોગ્યને હાનિકારક હોઈ તેના શ્રી રામ એવન્યુ, સિધ્ધિ વિનાયક કોમ્પલેક્ષ, શાકભાજીના વેપારીઓ, શોપિંગ સેન્ટરના વેપારીઓ અને સ્થાનિક વસાહતીઓના અંદાજે ૨૦૦ નાગરિકો ધ્વારા રૂબરૂ મળેલ અને રજુઆત એમ છે કે ગાંધીનગર સ્થાપના કાળથી ગાંધીનગરના હાર્દ સમા સેકટર-૭ નો વિસ્તાર એક પોશ વિસ્તાર છે. જેમાં શાકભાજીના ૧૫૦ વેપારીઓ- નાના આઉટલેટર્સ, નાની મોટી લારીના વેપારીઓ,કોમ્યુનીટી હોલ, સૌરાષ્ટ લેવા સમાજ વાડી, જૈન મંદિર, ભારત માતાનું મંદિર, સરદાર પટેલ પ્રાથમિક અને બગીચો તેમજ વસાહતીઓનું એક ભરચક અને પોશ વિસ્તાર હોવા છતાં ગાંધીનગર મ.ન.પા ધ્વારા ડમ્પીંગ સાઈડ ઉભી કરવામાં આવી હોવાથી દુર દુર સુધી ખુબ જ દુર્ગંર્દ મારે છે. જે આરોગ્યને નુકશાન કરે છે. અને સંભાવતઃ રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે.
નિશિત વ્યાસે વધુમાં જણાવ્યું કે શોપીંગ સેન્ટરો અને શાકભાજી તથા રીટેઈલ વેપારીઓ પાસેથી ખરીદી માટે રોજબરોજઅવરજવર કરતી આમ જનાતાનો સતત ભરચક વિસ્તાર છે. આ ડમ્પીંગ સાઈડ ના કારણે તેના સ્થાનિક અવર જવર કરનાર અને ૧ કિલોમીટરની ત્રિજયા ના વસાહતીઓને દુગંધ મારતી હોઈ સતત ત્રાસી ગયેલા છે.
રોજબરોજની ખરીદી માટે આવતા નાગરિકો ના વાહનો ડમ્પીંગ સાઈડમાં પાર્ક કરતા હોય છે જે આમ નાગરિકો ત્રાસી ગયેલ છે. પરિણામે વેપારીઓ અને નાના શાકભાજીના વેપારીઓ પર માંઠી અસર જોવા મળેલ છે.
પ્રસ્તૃત ડમ્પીંગ સાઈડમાં એક પતારાનો શેડ ઉભા કર્યો ત્યારે સ્થાનિક નાગરીકો અને વેપારીઓએ આનો વિરોધ નોંધાવેલ પરંતુ શાસન કર્તાઓએ આ વાત સાંભળી નથી. અને સમસ્યાનો ઉકેલ પણ આવેલ નથી.એક કિલોમીટરની ત્રિજયામાં સતત દુગંધ મારતી હોવાના કારણે મલેરીયા, ડેન્ગુ,ચાંદી પુરમ અને વાયરલ ઈમ્પેકશન જેવા મોટો રોગને નિમંત્રણ મળેલ તે પહેલા આ ડમ્પીંગ સાઈડ ખસેડવી તેના વેપારીઓ, વસાહતીઓ અને નાના વેપારીઓ તેમજ અવર જવર કરનાર આમ નાગરિકોના હિતમાં છે.
ગાંધીનગર શહેર એક કેપીટલ સીટી છે. જે અન્ય શહેરોની સરખામણીમાં અહીંની રચના અને નિયમો જુદા છે. રચના સમયે તત્કાલિન આપણા પૂર્વજ નેતાઓએ સંપૂર્ણ કાળજી રાખેલ હતી. આ ડસ્ટ ફ્રી સિટી છે. પોલ્યુશન ફ્રી સીટી છે અને ધુમાડા રહિત સીટી છે. આથી આવી ડમ્પીંગ સાઈડ શહેરના છેવાડે રાખવાની હોય છે. જેનો અભ્યાસ કર્યા વગર અહીં સેકટર -૭ ના પોશ અને હાર્દ સમા વિસ્તારમાં ડમ્પીંગ સાઈડ બનાવી તે અણઘડ વહીવટનો આદર્શ નમુનો છે.સેકટર-૭ ના આ પ્રસ્તૃત ડમ્પીંગ સાઈડના કારણે મ્યુનિસિપાલીટીએ નિયત કરેલ દુરની જગ્યાએ ઠાલવવા ને બદલે સેકટર-૭ માં એકત્રિત કરવા પાછળ પરોક્ષ રીતે કોન્ટ્રાકટરને ફાયદો કરી આપવાની નીતિ અભિપ્રેત છે.
અમારી જાણકારી મુજબ રાજભવનના જે કવાટર્સ બનાવવાની જે જગ્યા નિમ કરી હતી જે કંપાવિસ્તારમાં અગર સરગાસણ તરફના પમ્પીંગ સ્ટેશન ની જગ્યાએ ડમ્પીંગ સાઈડ ગોઠવવા અગર શહેરના છેવાડાની જગ્યાએ ખસેડવી જોઈએ તેવું અમારું મંતવ્ય છે.
આમ અંદાજે ૫૦૦ વેપારીઓ અને અસંખ્ય નાગરીકોના આરોગ્ય સાથે ખીલવાડ થતો હોય તેમના વ્યાપાક હિત અને સુખાકારી સારુ અન્યત્ર ખસેડવા માંગણી કરી હતી .

