શહેરમાં સ્પાના ઓઠા નીચે ધમધમતાં ત્રણ ફૂટણખાના છેલ્લા 20 દિવસ દરમિયાન ઝડપાયા છે. જેને કારણે સ્પામાં ચાલતાં ફૂટણખાનાને તાળા લાગી ગયા હશે તેવી ધારણા હતી, જે ઠગારી નીવડી છે.સ્થાનાં સંચાલકોને હોય તેમ મોટી ટાંકી જેવા સતત ધમધમતા વિસ્તારમાં આવેલા સ્પામાંથી સેકસ રેકેટ ઝડપાયું હતું.
સ્પામાંથી નાગાલેન્ડની 6 અને સિક્કિમની 3 રૂૂપલલના મળી આવીહતી.આ ઉપરાંત સાતેક ગ્રાહકો પણ ઝપટે ચડી ગયા હતા.
જેઓ હાલ માત્ર મસાજ કરાવવા આવ્યાનું માની પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.સ્પાના સંચાલક નરેન્દ્રસિંહ ભૂપતસિંહ રાઠોડ (ઉ.વ.40, રહે. મારૂૂતીનગર શેરી નં.5, એરપોર્ટ રોડ, મૂળ અમદાવાદ), મેનેજર કમ સંચાલક પ્રવિણ રમેશભાઈ વોરા (રહે. આંબેડકરનગર-1, 80 ફૂટ રોડ) અને ટેલિકોલર શિવનાથસિંહ રામભજનસિંહ ભદોરીયા (રહે. રાજકોટ, મૂળ મધ્યપ્રદેશ) વિરૂૂધ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો. જેમાંથી શિવનાથસિંહ હાજર મળી આવતાં તેની ધરપકડ કરાઈ હતી.સ્પામાંથી રૂૂા.14600 રોકડા, 3 મોબાઈલ ફોન સહિત કુલ રૂૂા.49600નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
એએચટીયુની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,સ્પામાં ગ્રાહક પાસેથી રૂૂા.4100 વસૂલી તેમાંથી રૂૂા.3100 રૂૂપલલનાને આપી દેવાતા હતા. બાકીના રૂૂા.1 હજાર સ્પા સંચાલકો રાખતા હતા. સાથો-સાથ ગ્રાહક પાસેથી રૂૂા.1500 એન્ટ્રી ફી તરીકે પણ વસૂલતા હતા.છેલ્લા 2 વર્ષથી આ સ્પા ચાલતું હતું.સ્પામાં ગ્રાહકને મસાજ કરાવવા માટે રૂૂમમાં મોકલી દેવાતા હતા.ત્યાર પછી ગ્રાહકે જ રૂૂપલલના સાથે ભાવતાલ નકકી કરવાના રહેતા હતા.એકસ્ટ્રા સર્વિસ એવો કોડવર્ડ ગ્રાહક બોલતા,જો રૂૂપલલના હા પાડે તો તે મુજબનો ચાર્જ ચૂકવવો પડતો હતો. જે રૂૂા. 4 હજારથી લઈ રૂૂા.6 હજાર સુધી હતો તેમ એએચટીયુના સૂત્રોએ જણાવ્યું હતું.