ભારતીય નાગરિકની ઘાતકી હત્યાથી અમેરિકી પ્રમુખ વધુ આક્રમક, ગેરકાયદે પ્રવાસીઓ પર ડબલ જોરથી ત્રાટકવામાં આવશે.ગેરકાયદે વસાતીઓનાં દિવસો હવે પુરા થઈ ગયા

Spread the love

 

 

 

અમેરિકાનાં ડલ્લાસમાં મૂળ ભારતીય નાગરિક્નું માથુ કાપીને ઘાતકી હત્યાથી સમગ્ર અમેરીકા સ્તબ્ધ છે. ત્યારે હવે પ્રમુખ ટ્રમ્પે પણ આક્રમક વિધાનો કર્યા છે તેમણે કહ્યું કે એને સુરક્ષીત કરવા પ્રતિબધ્ધતા છે અને હવે ગેરકાયદે પ્રવાસીઓ પર ડબલ જોરથી ત્રાટકવામાં આવશે.ગેરકાયદે વસાતીઓનાં દિવસો હવે પુરા થઈ ગયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે મારા દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ પ્રત્યે નરમ વલણ અપનાવવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. ટ્રમ્પે તેમના સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું, “મને ટેક્સાસના ડલ્લાસમાં એક આદરણીય વ્યક્તિ ચંદ્ર નાગમલ્લૈયાની હત્યા સંબંધિત ભયાનક સમાચારની જાણ છે, જેની ક્યુબાના એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ દ્વારા પત્ની અને પુત્રની સામે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, આવી ઘટના અમેરિકામાં ક્યારેય ન બનવી જોઇએ.”
ટ્રમ્પે કહ્યું કે, આરોપી ક્યુબન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ યોર્ડાનિસ કોબોસ માર્ટિનેઝની બાળ જાતીય શોષણ, કાર ચોરી અને ખોટી કેદ સહિતના ભયાનક ગુનાઓ માટે અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જો બાઈડેનના કાર્યકાળ દરમિયાન તેને આપણી માતૃભૂમિ પર છોડી દેવામાં આવ્યો હતો કારણ કે ક્યુબા આવા દુષ્ટ વ્યક્તિને તેના દેશમાં પાછો લઈ જવા માંગતું ન હતું. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, ચિંતા ન કરશો, મારા શાસન હેઠળ આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ અપનાવવાનો સમય પૂરો થઈ ગયો છે! હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ, એટર્ની જનરલ પામ બોન્ડી, બોર્ડર ઝાર ટોમ હોમન અને મારા વહીવટમાં ઘણા અન્ય લોકો અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવવામાં અવિશ્વસનીય કાર્ય કરી રહ્યા છે. આ ગુનેગાર, જેને અમે કસ્ટડીમાં લીધો છે, તેના પર કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેના પર પ્રથમ કેટેગરીની હત્યાનો આરોપ મૂકવામાં આવશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *