સરકારે જીએસટી-સુધારા 2.0માં જે રીતે દરોમાં મોટો ઘટાડો કરીને તા.22 સપ્ટેમ્બરથી તેનો અમલ થશે તેની જાહેરાત કરતા જ બજારમાં જીએસટીનો લાભ ઉઠાવવા દૌટ મુકશે તેવું વાતાવરણ

Spread the love

 

કેન્દ્રની મોદી સરકારે જીએસટી-સુધારા 2.0માં જે રીતે દરોમાં મોટો ઘટાડો કરીને તા.22 સપ્ટેમ્બરથી તેનો અમલ થશે તેની જાહેરાત કરતા જ બજારમાં એક તરફ નવરાત્રી-દિવાળી શોપીંગમાં લોકો ઘટાડેલા જીએસટીનો લાભ ઉઠાવવા દૌટ મુકશે તેવું વાતાવરણ છે તો તે પુર્વ ગણેશ ચતુર્થી મહોત્સવ- દુર્ગા પૂજા અને અન્ય તહેવારોની જે આવશ્યક હતી તે જ ખરીદી થઈ પણ વચ્ચેના ઓગષ્ટ-સપ્ટેમ્બરના ગાળામાં કાર-ટુ વ્હીલર ખરીદીને જબરી બ્રેક લાગી છે.
તા.22ના રોજ વાસ્તવિક રીતે નવા જીએસટી દરો લાગુ થતા ભાવ શું હશે તે અંગે ફકત ગણિતના આધારે આંકડા મુકાય છે. વાસ્તવમાં નવરાત્રી-દિવાળીમાં જબરા ફેસ્ટીવલ-ડિસ્કાઉન્ટ-સેલની સ્થિતિ જોવા મળે છે પણ જીએસટી ઘટાડાએ આ દિવાળી સેલની હવા કાઢી નાખી છે તે પુર્વે વેચાણને જે મોટો ફટકો પડયો છે તે તા.22 સપ્ટેમ્બર બાદ કેટલો ભરપાઈ થશે તે પણ પ્રશ્ન છે.
ઉદ્યોગોના અંદાજ મુજબ તા.15 ઓગષ્ટ-15 સપ્ટેમ્બર સુધીમાં દર વર્ષે મોટા ટીવી તથા એરકન્ડીશન્ડનું જે વેચાણ થાય છે તેવા વાર્ષિક ધોરણે 65થી75%નો ઘટાડો થયો છે. પગરખાનું વેચાણ 30-40% ઘટયુ છે. કારનું વેચાણ 47-48% જેટલું ઘટયું છે. જયારે દ્વીચક્રી વાહનનું વેચાણ પણ 25.6% ઘટયું છે.
એસી ઉદ્યોગના જણાવ્યા મુજબ લોકોએ ખરીદીને બ્રેક લગાવી દીધી છે. હાલ પુછપરછ છે પણ તા.22 બાદના બિલીંગની કિંમતના આધારે લોકો ખરીદી કરશે. અમો પણ રાહ જોઈએ છીએ. જો અપેક્ષા મુજબ ઘરાકી નહી આવે તો સ્ટોકની ચિંતા કરવી પડશે. ફફત મોટી જ નહી નાના પેકીંગમાં વેચાતા બિસ્કીટ વિ. પણ આવી જ સ્થિતિ છે. સરકાર દાવો કરે છે કે મોટા ભાવ ઘટાડો થશે તેની રિટેલ ખરીદનારાઓ રાહ જોવે છે.
મોટા પેક ખરીદાતા નથી તો વેપારીઓ પણ સ્ટોક કરતા નથી. બિસ્કીટ, શેમ્પુ, સાબુના વેચાણમાં 30-40%નો ઘટાડો થયો છે. કાર વિ.નું વેચાણ તો પુરી રીતે ઠંડુ છે. જે 48% ઘટીને 79270 યુનીટનું જ થયું છે. સામાન્ય રીતે નવા મોડેલ દિવાળી પર આવતા હોવાથી ચાલુ મોડેલ પર ડિસ્કાઉન્ટ અપાય છે પણ હાલના મોડેલના ભાવ પણ તા.22 પછી ઘટવાના છે તેથી લોકો સસ્તા થવાની રાહ જુએ છે. ટુવ્હીલરમાં પણ 23%ના વેચાણમાં 462149 યુનિટનું વેચાણ થયું છે.
ઓટો કંપનીઓએ તા.22ના ભાવ અત્યારથી જ ઓફર કર્યા પણ લોકોનો ભરોસો નથી. આવી જ હાલત ઓનલાઈન શોપીંગમાં છે. ઈ-કોમર્સ કંપનીઓ જીએસટી કટ બાદ વેચાણ વધશે તેવી આશા સાથે ફેસ્ટીવલ-શોપીંગ ઓફર ચાલુ કરી છે પણ રીટેલ ગ્રાહક હજુ રાહ જોવા માંગે છે. નિર્મલા સીતારામને તો રાહત આપી પણ તમો દિવાળી ડિસ્કાઉન્ટ શું આપો છો તે ગ્રાહકો પુછવા લાગ્યા છે. દરેકને ધંધાની આશા છે પણ મોટો સ્ટોક કરતા નથી. લોકો ડિસ્કાઉન્ટ બાદ શું ખરીદશે તે પણ હજું નકકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *