
કિવ
રશિયન સૈન્યએ મંગળવારે યુક્રેનિયન શહેર ઝાપોરિઝિયા પર મોટો હુમલો કર્યો. રશિયન સૈનિકોએ ૧૦૦ થી વધુ ડ્રોન અને આશરે ૧૫૦ ગ્લાઇડ બોમ્બ ફેંક્યા. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે અન્ય યુક્રેનિયન શહેરો પર પણ હુમલો કરવામાં આવ્યો છે.
ઝેલેન્સકીએ યુરોપિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીની જરૂરિયાત વ્યક્ત કરી
તેમણે યુરોપિયન નેતાઓને યુરોપને સુરક્ષિત કરવા માટે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સ્થાપિત કરવા વિનંતી કરી. યુક્રેને પણ વળતો જવાબ આપ્યો છે. યુક્રેનિયન સશષ દળોએ રાતોરાત ૫^મિ રશિયાના સારાટોવ પ્રદેશમાં એક તેલ રિફાઇનરી પર હુમલો કર્યો.
ઝેલેન્સકીએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, છેલ્લા બે અઠવાડિયામાં, રશિયાએ યુક્રેનમાં ૩,૫૦૦ થી વધુ ડ્રોન, ૨,૫૦૦ થી વધુ શક્તિશાળી ગ્લાઇડ બોમ્બ અને લગભગ ૨૦૦ મિસાઇલો છોડયા છે. યુરોપ માટે સંયુક્ત, બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલીનો સમય આવી ગયો છે. ટેકનોલોજી ઉપલબ્ધ છે. બધા ભાગીદારોએ મજબૂત પગલાં લેવા જોઈએ.
રશિયન ગ્લાઇડ બોમ્બ ફાઇટર જેટથી ઊંચાઈ પરથી છોડવામાં આવે છે.
નોંધનીય છે કે રશિયન ગ્લાઇડ બોમ્બ ફાઇટર જેટથી ઊંચાઈ પરથી છોડવામાં આવે છે. ગ્લાઇડ બોમ્બ સામે યુક્રેન પાસે કોઈ અસરકારક માધ્યમ નથી. ઝેલેન્સકીએ લખ્યું, જ્યાં સુધી રશિયા ખરેખર ભારે નુકસાન સહન ન કરે – ખાસ કરીને આર્થિક નુકસાન-તે સાચી રાજદ્વારી અને યુદ્ધનો અંત ટાળવાનું ચાલુ રાખશે..
પ્રાદેશિક વડા ઇવાન ફેડોરોવે જણાવ્યું હતું કે રશિયન સૈન્યએ બહુવિધ રોકેટ લોન્ચ સિસ્ટમ્સ સાથે ૧૦ હુમલા કર્યા, જેમાં ૧૦ એપાર્ટમેન્ટ બિલ્ડીંગો અને ૧૨ ખાનગી ઘરોને નુકસાન થયું.
રશિયન બોમ્બમારા ૨૦ થી વધુ ઇમારતોને સ્પર્ધા, જેના કારણે આગ લાગી. આ હુમલામાં ઝાપોરિઝિયામાં એક વ્યક્તિનું મોત થયું. હુમલામાં ચાર બાળકો સહિત વીસ લોકો ઘાયલ થયા. અનેક સ્થળોએ આગ ફાટી નીકળી. દરમિયાન, માયકોલાઈવ પ્રદેશમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું.
યુક્રેનના ટોચના લશ્કરી કમાન્ડરે રશિયાના યુક્રેનિયન પ્રદેશ પર કબજો કર્યા બાદ બે વરિષ્ઠ અધિકારીઓને હટાવ્યા છે. ટોચના કમાન્ડર ઓલેક્ઝાન્ડર ન્સિસ્કીએ છેલ્લા બે અઠવાડિયામાં ૧૭મી અને ૨૦મી આર્મી કોર્પ્સના પ્રભારી બે અધિકારીઓને હટાવવાનો આદેશ આપ્યો છે.
વોલોડીમીર સિલેન્કોની આગેવાની હેઠળની ૧૭મી આર્મી કોર્પ્સની ટીમ ઝાપારિઝિયા પ્રદેશમાં તૈનાત હતી, જ્યાં યુક્રેનિયન સેનાએ ડિનિપ્રો નદીના કિનારે આવેલા એક ગામનો નિયંત્રણ ગુમાવ્યો છે. મેક્સિમ કિટુહિનના નેતૃત્વ હેઠળની ૨૦મી આર્મી કોર્પ્સ પૂર્વીય ડોનેટ્સક પ્રદેશની નજીક તૈનાત હતી, જ્યાં રશિયન સેનાએ અનેક ગામડાઓ કબજે કર્યા છે.
બ્રિટનની રાજ્ય મુલાકાતે જઈ રહેલા ટ્રમ્પે વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે ઝેલેન્સકીએ યુદ્ધનો અંત લાવવા માટે સમાધાન કરવું પડશે, જોકે તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેમનો મતલબ શું હતો. યુએસ રાષ્ટ્રપતિએ લડાઈ માટે બંને પક્ષોને દોષી ઠેરવ્યા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે યુરોપે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું જોઈએ.
ટ્રમ્પ વહીવટીતંત્રે યુક્રેન માટે યુએસ શષ સહાયના પ્રથમ પેકેજને મંજૂરી આપી છે. તે ટૂંક સમયમાં મોકલી શકાય છે. આ અંતર્ગત, વોશિંગ્ટન કિવને શષો મોકલવાનું ફરી શરૂ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે સહાય સાથી દેશો સાથેના નવા નાણાકીય કરાર હેઠળ મોકલવામાં આવશે.
અમેરિકા અને તેના સાથી દેશો દ્વારા નાટો દેશોના ભંડોળનો ઉપયોગ કરીને યુક્રેનને યુએસ ભંડારમાંથી શષો પૂરા પાડવા માટે વિકસાવવામાં આવેલી નવી સિસ્ટમનો આ પહેલો ઉપયોગ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમ હેઠળ ૫૦૦ મિલિયનના બે શિપમેન્ટને મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી, ટ્રમ્પ વહીવટીતંત્રે યુક્રેનને શષો વેચ્યા છે અથવા તેમને અનુદાન તરીકે આપ્યા છે.