ભારત સરકારના ‘ઓપરેશન કગાર’થી માઓવાદીઓ-નકસલવાદીઓની કમ્મર તુટી, સરકારને પત્ર લખી શાંતિની અપીલ કરી

Spread the love

 

ભારત ઘણા વર્ષોથી માઓવાદીઓના ત્રાસથી પરેશાન હતું. જે પછી ભારત સરકારે ઓપરેશન કાગર ચલાવીને માઓવાદીઓની કમર તોડી નાખી. પરિસ્થિતિ એવી બની ગઈ કે અંતે શરણાગતિ સ્વીકારવાની વાત થઈ રહી છે. જે સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માઓવાદી સંગઠને અચાનક હથિયારો મૂકવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ બિનશરતી હ્રથિયારો છોડી દેવા માટે તૈયાર છે. તેઓ ફક્ત એટલું જ ઇચ્છે છે કે સરકાર તાત્કાલિક ઓપરેશન કાગર બંધ કરે અને કોઈ એન્કાઉન્ટર ન થાય.
આ ઓપરેશન છત્તીસગઢ અને તેલંગાણાના જંગલોમાં ચાલી રહ્યું છે, જ્યાં સુરક્ષા દળો માઓવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે. હથિયારો છોડી દેવાની વાત એક પત્ર જારી કરીને કહેવામાં આવી છે. આ પત્ર સીપીઆઈ (માઓવાદી) ના સત્તાવાર પ્રવક્તા અભયના નામે જારી કરવામાં આવ્યો છે.
અભયે પત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે જો સરકાર શરતો સાથે સંમત થાય, તો તેઓ શાંતિ પ્રક્રિયામાં જોડાશે. આ સમાચાર ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ બહાર આવ્યા હતા, અને સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલો સુધી તેની ચર્ચા થઈ રહી છે. સીપીઆઈ (માઓવાદી) ના પ્રવક્તા અભયે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ કેન્દ્રીય ગ્રુહમંત્રી અમિત શાહને પત્ર લખીને બિનશરતી શરણાગતિ અને કામચલાઉ યુદ્ધવિરામની માંગણી કરી છે. પરંતુ તેમણે એક મહિનાનો સમય માંગ્યો છે જેથી તેઓ તેમના કાર્યકરો અને નેતાઓ સાથે સલાહ લઈ શકે. આ પત્ર છત્તીસગઢમાં પત્રકારોને સોપવામાં આવ્યો હતો, જે હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે.
ગ્રુહમંત્રી અમિત શાહે માર્ચ ૨૦૨૬ સુધીમાં ભારતને નક્સલમુક્ત બનાવવાની સમયમર્યાદા આપી છે. તેમણે માઓવાદીઓને ચેતવણી આપી હતી કે, તમારા શો નીચે મૂકો, નહીં તો તમારો નાશ થઈ જશે. શાહે દાંતેવાડામાં કહ્યું, શરણાગતિ સ્વીકારો, બસ્તરના વિકાસમાં જોડાઓ. તેમણે શરણાગતિ સ્વીકારનારા ગામોને ૧ કરોડ રૂપિયાનું ભંડોળ આપવાનું પણ વચન આપ્યું હતું. તેમની કડક નીતિ અને સુરક્ષા દળોની કાર્યવાહીએ માઓવાદીઓને ઘૂંટણિયે પાડી દીધા છે. ૨૦૨૫માં અત્યાર સુધીમાં પર૧ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જ્યારે ૨૦૨૪માં ૮૮૧ માઓવાદીઓએ શષાો મૂકયા છે.
એપ્રિલ ૨૦૨૫માં શરૂ થયેલ ઓપરેશન કાગર છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર માઓવાદીઓ સામે ચાલી રહ્યું છે. તેણે રેડ ટેરરની કમર તોડી નાખી છે. વિકિપીડિયા અનુસાર, આ ઓપરેશનમાં ૩૧ માઓવાદીઓ માર્યા ગયા હતા, જેમાં મોટા કમાન્ડરોનો પણ સમાવેશ થાય છે. મે ૨૦૨૫માં ગુંડેકોટા એન્કાઉન્ટરમાં માઓવાદી નેતા બસવરાજ સહિત ૨૮ લોકો માર્યા ગયા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, માઓવાદીઓ ઇચ્છે છે કે સરકાર સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટર બંધ કરે, જેથી શાંતિ મંત્રણા થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *