દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Spread the love

 

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદમાં દિવસભર વાતાવરણ વાદળછાયું રહેશે. આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં એટલે કે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદને લઈને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે ધીમે-ધીમે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. જોકે, આવનારી નવરાત્રિમાં ખેલૈયાઓનો ઉત્સાહ થોડો ભીનો થઈ શકે છે. કારણ કે, નવરાત્રિ દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા રહેલી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 836.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને 15 સપ્ટેમ્બર સુધીનો સામાન્ય વરસાદ 663.9 મિલીમીટર છે, જે સામાન્ય કરતાં 26% વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *