
૨૨ સપ્ટેમ્બરથી જીએસટીના દરમાં ઘટાડો થવાનો હોવાના કારણે મોટાભાગના લોકો હાલમાં વાહન ખરીદી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. પરંતુ રર સપ્ટેમ્બર પછી ફોર વ્હીલ અને ટુ વ્હીલરના ભાવમાં ઘટાડો ચોક્કસ થશે. પરંતુ હાલમાં એટલે કે ૨૨ સપ્ટેમ્બર પહેલા જે પણ લોકો વાહન ખરીદી કરે તેને વધારે આર્થિક ફાયદો થવાની શક્યતા જાણકારોએ વ્યક્ત કરી છે. કારણ કે હાલમાં વાહન ખરીદનારને વાહન ડીલરો દ્વારા અલગ અલગ ડિસ્કાઉન્ટ થકી દોઢ લાખ સુધીની રાહત ૧૦ લાખથી અંદરની કિંમતના વાહન માટે આપી રહી છે. જયારે રર સપ્ટેમ્બર બાદ ડિસ્કાઉન્ટમાં ઘટાડો કરી દેવામાં આવે તેવી શક્યતા જાણકારોએ વ્યક્ત કરી છે. જોકે વાહન ડીલરો દ્વારા જીએસટીના દરમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો તેની જાણકારી ચાહકોને ચોક્કસપણે આપશે. પરંતુ તેઓ દ્વારા અલગ અલગ રીતે આપવામાં આવતું ડિસ્કાઉન્ટ ૨૨ સપ્ટેમ્બર પછી બંધ કરી કે અથવા તો તેની રકમમાં ઘટાડો કરી નાંખે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ વાહન પર વસૂલ કરવામાં આવતા દરમાં સીધો ૧૦ ટકાનો ઘટાડો થવાનો છે. તેના લીધે ૧૦ લાખની કિંમત પર એક લાખ રૂપિયા સુધીનો ઘટાડો થવાનો છે. જોકે વાહન ડીલરો દ્વારા ૧૦ લાખની કિંમત પર દોઢ લાખ સુધીનું ડિસ્કાઉન્ટ હાલમાં આપવામાં આવી જ રહ્યું છે. તેના કારણે વાહન ખરીદનારાઓમાં એક પ્રશ્ન એ પણ ઉદભવ્યો છે કે જો ૨૨ સપ્ટેમ્બર પછી વાહનની ખરીદી કરવામાં આવે તો હાલના ૧.૫૦ લાખ અને જીએસટીનો ઘટાડો મળીને ૨.૫૦ લાખનો કાયદો મળશે ખરો. તેના કારણે વાહન ખરીદ કરનારાઓ હાલ અસમંજસ અનુભવી રહ્યા છે. પરંતુ કેટલાક વાહન ડીલરોનું કહેવું છે કે હાલમાં જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તેમાં રર સપ્ટેમ્બર પછી ઘટાડો કરી દેવામાં આવશે. જેથી વાહન ખરીઠનારાઓને ધાર્યા પ્રમાણેનો લાભ મળવાની શક્યતા ઓછી હોવાનું જાણકારો કહી રહ્યા છે. બીજીતરફ નવરાત્રિનું બુકિંગ અત્યારથી જ કરવામાં તો આવ્યું છે પરંતુ તે પેટે તમામ રકમ ડિલિવરીના દિવસે અથવા તેના એકાદ બે દિવસ પહેલા ચૂકવવાનું હાલ તો ચાહકો ડિલરોને કહી રહ્યા છે. તેના કારણે વાહન ડિલરો દ્વારા પણ તે સમયે જે ભાવ નક્કી ધશે તે ચૂકવવાની વાત કરવામાં આવી રહી છે, તેના કારણે વાહન ખરીદનારાઓ અસમંજસમાં મુકાયા છે.