
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દર વર્ષે ૩૧ જુવાઈ પહેલા સામાન્ય આઈટી રિટર્ન ભરી દેવાના હોય છે. જ્યારે 30 સપ્ટેમ્બર સુધીમાં ઓડિટ સાથેનું રિટર્ન ભરવાની મુદ્દત આપવામાં આવતી હોય છે. જ્યારે ચાલુ વર્ષે સામાન્ય આઇટી રિટર્ન ભરી દેવાના ૧૫ જ દિવસમાં ઓડિટ સાથેનું આઈટી રિટર્ન ભરવાનું છે. કારલ કે ઓડિટ સાથેનું રિટર્ન ભરવાની છેલ્લી તા. 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હોવાના કારણે સીએને ગણતરીના ૧૫ જ દિવસ મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેના કારણે જ ઓડિટ સાથેના આઈટી રિટર્નની મુદ્દતમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
૧.૫૦ કરોડથી વધુ ટર્નઓવર હોય તેવા કરદાતાએ ઓડિટ સાથેનું આઈટી રિટર્ન ભરવાનું હોય છે. સામાન્ય દિવસોમાં આઈટી રિટર્ન ભરાયા બાદ બે મહિના સુધી ઓડિટ સાથેનું રિટર્ન ભરવાની મુદત આપવામાં આવતી હોય છે. જ્યારે ચાલુ વર્ષે રિટર્ન ભરવા માટેના ફોર્મ એટલે કે યુટિલિટી સમયસર આપવામાં આવી નહીં હોવાના કારણે સામાન્ય આઈટી રિટર્ન ભરવાની મુદત ૧૫ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. તેમાં સર્વરની મોકાણને લીપે એક દિવસની મુદતમાં કરી વધારો કરવામાં આવ્યો હતો. જયારે હજુ સુધી ઓડિટ સાથેના આઈટી રિટનની મુદ્દતમાં વધારો કરવામાં નહીં આવતા સૌથી વધુ કફોડી સ્થિતિ સીએની થવાની છે. તે માટેનું કારણ એવું છે કે એક સીએ વધુમાં વધુ 0 ઓડિટ રિટર્ન ફાઇલ કરી શકતા હોય છે. જ્યારે ચાલુ વર્ષે ૧૫ દિવસનો પણ પૂરતો સમય મળવાનો નહીં હોવાના કારણે 90 ઓડિટ રિટર્ન ભરવા હોય તો રોજના ચાર રિટર્ન ભરવા પડે તેમ છે. તે લગભગ અશક્ય હોવાનું જાણકારો કહી રહ્યા છે.
આ અંગે સીએ મિહીર મોદીએ જણાવ્યું હતું કે ૬0 દિવસનો સમય એટલા માટે આપવામાં આવતો હતો કે સીએ દ્વારા ઓડિટ સાથેનું આઈટી રિટર્ન ભરવામાં આવે તે પૂરતી ચકાસણી સાથે ભરાય, પરંતુ હવે ૧૫ જ દિવસનો સમય આપવામાં આવ્યો હોવાથી ઓછા ઓડિટ રિટર્ન સીએ ભરી શકશે. આ માટે સમય વધારવામાં આવવો જોઈએ.