આર્યન ખાનની ડિરેકટોરલ ડેબ્યૂ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’નો પ્રીમિયર NMACC ખાતે યોજાયો

Spread the love

 

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડિરેકટોરલ ડેબ્યૂ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’નો પ્રીમિયર બુધવારે રાત્રે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે યોજાયો હતો. આ ઇવેન્ટમાં ફિલ્મી જગતના અનેક સિતારાઓ ચમક્યા હતા. શાહરુખ ખાન તેના આખા પરિવાર સાથે પ્રીમિયરમાં હાજરી આપી હતી. ગૌરી, આર્યન, સુહાના અને અબરામ. ઉપરાંત અજય દેવગણ, કાજોલ, બોબી દેઓલ, કરણ જોહર, ફરાહ ખાન, રાજુ હીરાની, ફરહાન અખ્તર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અનન્યા પાંડે, ચંકી પાંડે અને અંબાણી પરિવાર સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
તમામ મોટા સ્ટાર્સ વચ્ચે આર્યન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ લારિસાએ લાઈમલાઈટ લૂંટી હતી. આ રેડ કાર્પેટ ઇવેન્ટમાં ઓફ સોલ્ડર બ્લેક ગાઉન પહેરી લારિસાએ ગ્લેમર ઉમેર્યું હતું. આર્યન ખાનનું નામ લાંબા સમયથી લારિસા સાથે જોડાયું છે. તે એક બ્રાઝિલિયન મોડલ અને એક્ટ્રેસ છે જેણે અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે કામ કર્યું છે. તેણે ફિલ્મ “દેશી બોયઝ”ના “સુબાહ હોને ના દે” ગીતથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. લારિસાએ ગુરુ રંધાવા સાથે “સુરમા-સુરમા” ગીતમાં પણ ધૂમ મચાવી હતી.
ઇવેન્ટમાં બીજી એક સુંદર વસ્તુ એ જોવા મળી કે શાહરુખ ખાને આર્યન પાસે પોતાનો ફોટો ક્લિક કરાવ્યા. આર્યને પાપારાઝીની સામે તેના પિતાની ઘણી તસવીરો કેપ્ચર કરી હતી. આ સિરીઝમાં લક્ષ્ય, બોબી દેઓલ, મનોજ પાહવા, ગૌતમી કપૂર અને રાઘવ જુયાલ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
આર્યનની ડેબ્યૂ સિરીઝના પ્રીમિયરમાં ખાન ત્રિપુટીના બે સભ્યો- સલમાન ખાન અને આમિર ખાન ગેરહાજર રહ્યા. આનાથી ચાહકો નિરાશ થયા. ઘણા યુઝર્સ કોમેન્ટ કરતા જોવા મળ્યા, “જો બીજા બધા હાજર હતા, તો સલમાન અને આમિર કેમ હાજર ન હતા?” શાહરુખ ખાનના પરિવાર માટે આ એક મહત્ત્વપૂર્ણ ઘટના છે અને બે નજીકના મિત્રો ગુમ છે. આ ઇવેન્ટમાં આમિરની ગેરહાજરીનું કારણ હજુ સુધી જાહેર થયું નથી, પરંતુ સલમાન ખાન હાલમાં લદ્દાખમાં “બેટલ ઓફ ગલવાન”નું શૂટિંગ કરી રહ્યો છે. એટલા માટે આવી શકયો નથી.
અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ પ્રીમિયરમાં જેઠ આકાશ અંબાણી અને જેઠાણી શ્લોકા મહેતા સાથે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાલ ડ્રેસ પહેરીને પહોંચી હતી. ગાઉનની પ્લેટેડ ડિઝાઇન રાધિકાના ફિગર પર સંપૂર્ણ રીતે પર્ફેકટ લાગતી હતી. ગાઉનના ઉપરના ભાગમાં કોર્સેટ હતું, જ્યારે નીચેના ભાગમાં પ્લેટ્સ સાથે સ્ટ્રક્ચરલ ડિઝાઇન હતી. તેના ગ્લેમરને વધારવા માટે ઓફ સોલ્ડર ગાઉન ડિઝાઈન કરવામાં આવ્યું હતું. બેકલેસ ડિઝાઇનને સ્ટ્રિંગ ડિટેલિંગ સુંદરતા વધારી રહ્યું હતું. રાધિકાનું ગાઉન જેટલું સુંદર છે એટલું જ મોંઘું પણ છે. એની કિંમત ઓનલાઈન આશરે રૂ. 3,22,012 જણાવવામાં આવી રહી છે.
કોમેડિયન અને કન્ટેન્ટ-ક્રિએટર સમય રૈના પણ રેડ કાર્પેટ પર ચર્ચામાં રહ્યો હતો. તેણે બ્લેક ટીશર્ટ પહેરી હતી, જેના પર લખ્યું હતું- “SAY NO TO CRUISE” લખેલું હતું. સોશિયલ મીડિયા પર લોકો હવે આને 2021ના કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ કેસ સાથે જોડી રહ્યા છે, જેમાં આર્યન ખાનનું નામ સામે આવ્યું હતું. રૈનાએ આ બાબતે કોઈ કોમેન્ટ કરી નથી, પરંતુ તેની ટીશર્ટ સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *