યુદ્ધ કેમ લડવુ – ઝડપથી પૂરૂ કરવું એ દુનિયાએ ભારત પાસેથી શિખવાની જરૂર છે : એર ચીફ માર્શલ

Spread the love

 

પહેલગામ હુમલા બાદ ભારતે જે રીતે પાક સ્થિત ત્રાસવાદી મથકો પર હુમલા કરીને તેનો ધ્વંશ કર્યો અને પછી પાકે વળતો જવાબ આપવા કોશીશ કરતા ભારતે વળતા હુમલામાં પાકના 9 જેટલા એરબેઝને ભારે નુકશાન પહોંચાડીને પછી પાકની આજીજી પર હુમલા રોકી દીધા તેમાં અનેક પ્રશ્નો સર્જાય છે અને વિપક્ષો શા માટે પાકને મોટો ફટકો મારવાની તક જવા દેવાઈ તે મુદો ઉઠાવાઈ રહ્યો છે. તે સમયે હવાઈદળના વડા એર ચીફ માર્શલ એ.પી.સિંઘે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આપણે જે હાંસલ કરવાનું હતું કે કરી લીધુ હતું. આપણો લક્ષ્ય સધાઈ ગયો હતો અને તેથીજ ચાર દિવસમાં આપણે ઓપરેશન સિંદુર થંભાવી દીધું હતું. એર ચીફ માર્શલે કહ્યું કે યુદ્ધની કિંમત ચૂકવવી પડતી હોય છે અને પછીના યુદ્ધની તૈયારી પર તેની અસર થતી હોય છે.
તેઓએ કહ્યું કે, આજે દુનિયામાં રશિયા અને યુક્રેન અને ઈઝરાયેલમાં યુદ્ધ ચાલે છે. વર્ષો થઈ ગયા છે. કારણ કે કોઈ યુદ્ધ પુરુ કરવાનું વિચારતુ નથી. લોકો કહે છે હજુ થોડું વધારે કરવાનું છે. આપણે ઝડપથી પુરુ કર્યુ કારણ કે તેઓ પાછળ ધકેલાઈ ગયા હતા તેમાં કોઈ શંકા નથી પણ આપણો હેતુ શું હતો! ત્રાસવાદ વિરોધી કાર્યવાહી આપણો ઉદેશ્ય હતો અને તે હાંસલ થઈ ગયો. પછી શા માટે આપણે લડવાનું ચાલુ રાખવું? શા માટે આપણે પુરુ કર્યુ. કારણ કે દરેક યુદ્ધની કિંમત ચૂકવવી પડે છે. બીજા યુદ્ધની તૈયારીઓ પર પણ અસર થાય છે. તેની ભારે કિંમત ચૂકવવી પડે છે તે આપણા અર્થતંત્રને અસર કરે છે. દેશની પ્રગતિને અસર કરે છે અને આપણે માનીએ છીએ કે દુનિયા આજે તે ભુલી ગયુ છે તેમનો યુદ્ધનો હેતુ બદલાઈને અહંમ આવી ગયો છે અને તેથી આપણે માનીએ છીએ કે વિશ્વએ ભારત પાસેથી શિખવું જોઈએ. કઈ રીતે લડાઈ ચાલુ અને કેવી ઝડપથી પુરી કરવી તે શિખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *