
દેશની સુરક્ષા માત્ર સીમા પર લડવામાં આવેલ યુધ્ધથી નકકી નથી થતી, બલકે તે પૂરા દેશના લોકોના સંકલ્પ અઅને એકતાથી નકકી થાય છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 1965ના યુધ્ધના દિગ્ગજો સાથે વાતચીતમાં આ વાત કહી હતી. રક્ષામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત તેના પડોશીઓના મામલામાં ભાગ્યશાળી નથી રહ્યું પરંતુ અમે તેને નિયતિ નથી માન્યું, અમે અમારી નિયતિ સ્વયં નકકી કરી છે. ને તેનું ઉદાહરણ ઓપરેશન સિંદૂર છે. રાજનાથસિંહે જણાવ્યું હતું કે પહેલગામની ઘટનાથી મન ક્રોધથી ભરાઈ જાય છે પણ આવી ઘટના અમારા મનોબળને તોડી શકી નહોતી.