ગુડાના બે ભ્રષ્ટાચારી બબ્બન ગબ્બરના હાથે ધ્વસ્ત, એસીબીનો સપાટો, ગુડામાં ઝપાટો,

Spread the love

ગુડામાં વર્ષોથી મકાન ફાળવણીમાં ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર થયો, સેટિંગ ડોટ કોમ એટલે ટેબલ નીચે નાણા

ગુડાના બે ભ્રષ્ટાચારી બબ્બન ગબ્બરના હાથે ધ્વસ્ત, એસીબીનો સપાટો, ગુડામાં ઝપાટો,

અગાઉ જેટલી પણ ફાઈલો મકાન ફાળવણીની નીકળે તેમાં તપાસ કરવામાં આવે તો મોટી કનેક્ટિવિટી અને સેટિંગ ડોટ કોમ બહાર આવે તેમ છે

 

 

Gj 18 ખાતેના ગુડામાં ચાલતી ગોબાચારી જેમાં જે વ્યક્તિને મકાનો ના ફોર્મ ભરેલા હોય તેના લાગ્યા હોય તેના માટે નાડાની કોથળી છૂટી કરો એટલે લાગી જાય, ત્યારે જે પણ ગુડાના કર્મચારીઓ એવા ગુંશ બલ્બન ગેંગ સાથે સામેલ હોય અને જેમણે ભલામણની ફાઈલ મૂકી હોય તે સૌ માટે ગંભીર તપાસ થવી જોઈએ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA)માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન અપાવવાના બહાને ૭૦,૦૦૦ ની લાંચ માંગનાર આઉટ સોર્સ સુપર વાઇઝર અને કલાર્કને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ગાંધીનગરના હડમતીયા રોડ ઉપરટ્રેપ ગોઠવીને આબાદ રીતે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી કે, તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ GUDAમાં ફોર્મ ભર્યું હતું. તેમનું નામ વેઇટિંગ લિસ્ટમાં હતું, ત્યારે આરોપીઓ રોહનભાઈ કિશોરભાઈ પાર્કર (સુપરવાઈઝર, આઉટસોસ) અને નયનકુમાર અમૃતલાલ પરમાર (જુનિયર ક્લાર્ક, આઉટસોર્સ) દ્વારા તેમની ફાઇલ ઝડપી ક્લિયર કરવા અને મકાનના દસ્તાવેજ તથા ચાવી અપાવવા માટે ૭૦,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હતી.

જેના પગલે ગાંધીનગર ACB એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા અને સુપરવિઝન અધિકારી એ.કે. પરમારની ટીમે ગાંધીનગરના સેક્ટર-૪ છાપરા પાસેના હડમતિયા રોડ પર લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું . આ દરમિયાન આરોપી નયનકુમાર પરમારે ફરિયાદી સાથે વાતચીત કરી હતી .જ્યારે આરોપી રોહનભાઈ પાકરે લાંચની રકમ ૭૦,૦૦૦ સ્વીકારી હતી. એજ ઘડીએ ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને સ્થળ પર જ રંગેહાથ ઝડપી પાડયા હતા. આ બંને લાંચિયા કર્મચારીઓએ સરકારી પદનો દુરુપયોગ કરીને ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એસીબી દ્વારા બંને લાંચિયાઓની કડકાઈથી પહોંચતા જ કરવામાં આવે તો GUDA ના અન્ય કર્મચારીઓની પણ સંડોવણી બહાર આવી શકે એમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *