ટોટલ ૩૭૫ ચીજવસ્તુઓ થઈ ગઈ સસ્તી.. મિડલ કલાસ આનંદો !

Spread the love

 

દેશની સૌથી મોટી અને વિશ્વસનીય ડેરી કંપની અમૂલે તેના ગ્રાહકો માટે ખુશીની ખબર આપી છે. સરકારના નવા GST દર લાગુ થતા. અમૂલે જાહેર કર્યું છે કે તેના ૭૦૦થી વધુ ઉત્પાદનો સસ્તા થઈ જશે. આ નિર્ણયથી સીધો લાભ કરોડો ગ્રાહકોને મળશે અને સાથે સાથે ખેડૂતોને પણ ફાયદો થશે.
હવે અમૂલના સૌથી લોકપ્રિય પ્રોડક્ટ્સ પણ ઓછી કિંમતે ઉપલબ્ધ રહેશે. ઉદાહરણ તરીકે, ૧૦૦ ગ્રામ અમૂલ બટર હવે કર રૂપિયાની બદલે ૫૮ રૂપિયામાં મળશે. તેવી જ રીતે યુએચટી અમૂલ ગોલ્ડ દૂધની ૧ લિટર પેકિંગની કિંમત ૮૩ રૂપિયાની જગ્યાએ ૮૦ રૂપિયા થશે.
એક લિટર અમૂલ ઘી ૬૫૦ રૂપિયાથી ઘટીને ૬૧૦ રૂપિયા થશે. ચીઝ સ્લાઈસ (૨૦૦ ગ્રામ) હવે ૧૪૯ રૂપિયાના બદલે ૧૪૦ રૂપિયામાં મળશે. બટરસ્કોચ આઈસ્કીમનો ૧૨૦ મિલી પેક હવે માત્ર 30 રૂપિયામાં મળશે. જે પહેલા ૩૫ રૂપિયા હતો.
અમૂલે માત્ર બટર, ઘી અને દૂધ પર જ નહીં. પણ આઈસ્ક્રીમ, ચોકલેટ, ચીઝ, ઉચ્ચ પ્રોટીન પ્રોડક્ટ્સ, બેકરી આઈટમ્સ, ફ્રોઝન ડેરી ફૂડ્સ, બટાકાના નાસ્તા, કન્ડેન્સ્ડ મિલ્ક, પીનટ સ્પ્રેડ અને માલ્ટ આધારિત પીણાં સહિત અનેક પ્રોડક્ટ્સમાં ભાવ ઘટાડો કર્યા છે.
કંપનીએ નિવેદન આપતા જણાવ્યું કે આ પગલાથી ખેડૂતોની આવકમાં સંતુલન રહેશે અને ગ્રાહકોને વધુ બચત થશે. PM નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કરતા અમૂલે જણાવ્યું કે આ પહેલથી પોષણક્ષમ ખોરાક વધુ લોકો સુધી સસ્તા ભાવે પહોંચશે. અમૂલ માને છે કે આ નિર્ણય ગ્રાહકો માટે સુવિધા અને ખેડૂતો માટે સમળદ્ધિ લાવશે. ગુણવત્તા, પોષણક્ષમતા અને વિશ્વાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા અમૂલ હંમેશા જાળવી રાખશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *