
સમગ્ર દેશ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. GST સુધારા સોમવાર, (નવરાત્રિના પહેલા દિવસે) થી અમલમાં આવ્યા. GST ઘટાડાને કારણે, ટેલિવિઝન ઉત્પાદકો ભાવ રૂા.૨.૫૦૦ થી રૂા.૮૫,૦૦૦ સુધી ઘટાડી રહ્યા છે. આનાથી ગ્રાહકોને GST ઘટાડાનો સંપૂર્ણ લાભ મળશે. વધુમાં. ટીવી ઉત્પાદકો આજથી શરૂ થતી તહેવારોની મોસમ દરમિયાન મજબૂત વેચાણની અપેક્ષા રાખી રહ્યા છે.
આ મહિનાની શરૂઆતમાં. GST કાઉન્સિલે આજે, રર સપ્ટેમ્બરથી GST દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. જેનો હેતુ વપરાશ વધારવાનો, ટેલિવિઝન, એર કન્ડીશનર અને વોશિંગ મશીન જેવા અનેક ઉત્પાદનો પર ભાવ ઘટાડવાનો હતો.
૩૨ ઇંચથી વધુ સ્ક્રીન સાઈઝવાળા ટીવી સેટ પર ડયુટી ૨૮% થી ઘટાડીને ૧૮% કરવામાં આવી છે. ટીવી ઉત્પાદકોએ ૧૦% GSTઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સ્ક્રીન સાઈઝ અને ફીચર્સ પર આધાર રાખીને રૂા.૨.૫૦૦ થી રૂા.૮૫,૦૦૦ સુધીના ભાવ ઘટાડાની જાહેરાત કરી છે.
આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં (એપ્રિલથી સપ્ટેમ્બર) ટીવી ઉદ્યોગે લગભગ સ્થિર વેચાણ નોંધાવ્યું છે. નવરાત્રીથી શરૂ થતી તહેવારોની મોસમ દરમિયાન વેચાણમાં વધારો થવાની અપેક્ષા ઉદ્યોગ રાખી રહ્યો છે. વધુમાં, ઉત્પાદકોને આશા છે કે ગ્રાહકો વધારાની સુવિધાઓ સાથે મોટા સ્કીન સાઈઝ ખરીદશે. કારણ કે ઓછી કિંમતોથી બચત તેમને મોટા સ્ક્રીન સાઈઝ ખરીદવા પ્રેરિત કરશે.
સોની, LG અને પેનાસોનિક જેવી મુખ્ય ટીવી કંપનીઓએ તેમની નવી કિંમત યાદીઓ બહાર પાડી છે.
કંપનીએ ૪૩-ઇંચથી ૯૮-ઇંચ સ્ક્રીન સાઈઝ સુધીના બ્રાવિયા ટીવી મોડેલો પર MRP રૂા.૫,૦૦૦ થી રૂા.૭૧,૦૦૦ સુધી ઘટાડી દીધી છે.
કંપનીએ ૪૩-ઇંચ બ્રાવિયા ૨ ની કિંમત રૂા. ૫૯,૯૦૦ થી ઘટાડીને રૂા.૫૪,૯૦૦ કરી છે.
– ૫૫-ઇંચ બ્રાવિયા ૭ ની કિંમત રૂા. ૨.૩૦ લાખ થી ઘટાડીને રૂા. ૨.૫૦ લાખ કરી છે.
– ૯૮-ઇચ સ્ક્રીન સાઈઝ સાથેના તેના ટોપ-એન્ડ બ્રાવિયા ૫ મોડેલને રૂા.૮.૨૯ લાખ કરવામાં આવ્યા છે. જે હાલની કિંમત રૂા.૯ લાખ છે.
LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ તેના રૂા.૪૩-ઇચથી ૧૦૦-મૅચ સ્ક્રીન સાઈઝના ટીવી સેટ પર રૂા.૨.૫૦૦ થી રૂા.૮૫,૮૦૦ સુધીના ભાવ ઘટાડાની જાહેરાત કરી છે.
કંપનીએ ૪૩-ઇંચ મોડેલની કિંમત રૂા.૩૦,૯૯૦ થી ઘટાડીને રૂા.૨૮,૪૯૦ કરી છે.
કંપનીએ ૫૫-ઇંચ મોડેલની કિંમત રૂા.૩,૪૦૦ થી ઘટાડીને રૂા.૪૨,૯૯૦ કરી છે.
૬૫-ઇંચ મોડેલની કિંમત રૂા.૩.૪૦૦ ઘટાડીને રૂા.૬૮.૪૯૦ કરવામાં આવી છે.
LG ના ૧૦૦-ઇંચ ટીવીની કિંમત રૂા.૫.૮૫,૫૯૦ થી ઘટાડીને રૂા.૪,૯૯,૭૯૦ કરવામાં આવી છે.
પેનાસોનિકે પણ MRP રૂL 3,000 થી રૂ|. ૩૨,૦૦૦ સુધી ઘટાડી છે.
તેણે ૪૩-ઇંચ ટીવીની કિંમત રૂા. ૩,૦૦૦ ઘટાડીને રૂા. ૪,૭૦૦ કરી છે. જેનાથી તેમની MRP અનુક્રમે રૂ.૩૬.૯૯૦, રૂ.૪૯.૯૯૦ અને રૂ.૫૮,૯૯૦ થી ઘટાડીને રૂ.૩૩,૯૯૦, રૂ.૪૫,૯૯૦ અને રૂ.૫૪,૨૯૦ કરવામાં આવી ७.
પેનાસોનિકના ૫૫-ઇંચ મોડેલની કિંમત હવે ૬૫,૯૯૦ થી ૭૬,૯૯૦ રૂપિયાની વચ્ચે છે. જેમાં ૭,૦૦0 રૂપિયાનો ઘટાડો થયો છે.
પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયાએ તેના ટોપ-એન્ડ ૭૫-ઇંચ મોડેલની કિંમત ૪ લાખ રૂપિયાથી ઘટાડીને ૩.૬૮ લાખ રૂપિયા અને ટોપ-એન્ડ ઉપ-ઇંચ મોડેલની કિંમત ૩.૨૦ લાખ રૂપિયાથી ઘટાડીને ૨.૯૪ લાખ રૂપિયા કરી છે.