
રાજ્યની 78 વર્ષ જૂની પ્રખ્યાત સરકારી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં શૈક્ષણિક 2022 થી 2024 દરમિયાન સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, બાયોમેડિકલ, ઈસી અને આઈસી બ્રાન્ચના કુલ 15 વિદ્યાર્થીઓ આર્મી, એરફોર્સ અને નેવીમાં અધિકારી તરીકે પસંદ થયા છે. પ્રોફેસર ડૉ. ચૈતન્ય સંઘવીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગુજરાતના યુવક-યુવતીઓ નોકરી અને ઉદ્યોગ સાહસિકતા તરફ વળેલા હોવાની માન્યતા વચ્ચે, આ સફળતાએ ગુજરાતના યુવાનોમાં દેશસેવા અને શિસ્તબદ્ધ કારકિર્દી માટેનો અભિગમ વધતો દર્શાવ્યો છે. કોલેજના પ્રિન્સિપાલ ડો. નિલય ભૂપતાણીએ જણાવ્યું કે આ વિદ્યાર્થીઓ અમારા માટે અને દેશ માટે ગર્વ સમાન છે.
3 યુવતીએ પણ સફળતા મેળવી
મનસ્વિની જોશી – એરફોર્સ
ખુશ્વી પૂરોહિત – એરફોર્સ
પૃથા પટેલ – એરફોર્સ
રજત ત્યાગી – આર્મી
પ્રાજ્જવલ ચૌહાણ – આર્મી
ઋત્વિક વાણિયા – નેવી
હેત પંડયા – નેવી
વૈભવ પોરવાલ – આર્મી
રોહિત પાંડે – આર્મી
અક્ષર ઠક્કર – નેવી
અભિનવ કે – નેવી
કશ્યપ ઘાડે – આર્મી
કમલેશ શિયાલ – નેવી
સમીર મકવાણા – એરફોર્સ
ઓમ લોટવાલા – આર્મી