
યુપીમાં અલીગઢના જીટી રોડ પર ચાર લોકો સળગીને જીૂવતા ભડથું થઈ ગયા. 100 કિમી/કલાકની ઝડપે જઈ રહેલી એક કારનું ટાયર અચાનક ફાટ્યું, જેના કારણે કારે કાબુ ગુમાવ્યો, ડિવાઈડર તોડીને બીજી બાજુ જઈ રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી.
અકસ્માતમાં એક રાહદારીએ તેમાંથી એકને બહાર કાઢ્યો. ત્યારબાદ જોરદાર ધડાકો થયો અને બંને વાહનોમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકો અને ટેન્કર ચાલક જીવતા સળગી ગયા. રાહદારીઓએ આ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી. 20-25 મિનિટમાં આગ બુઝાવી દેવામાં આવી. બાદમાં, જ્યારે પોલીસે જોયું તો ફક્ત હાડપિંજર જ બચ્યા હતા. તેઓ બધા મૃતદેહોને બોડી બેગમાં ભરીને લઈ ગયા. હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી. કાર એટાથી અલીગઢ જઈ રહી હતી, અને ટેન્કર અલીગઢથી એટા જઈ રહ્યું હતું. કારની નંબર પ્લેટ પણ સળગી ગઈ હતી, જેના કારણે તેનું મૂળ સ્થાન નક્કી કરવું મુશ્કેલ બન્યું હતું. આ અકસ્માત મંગળવારે સવારે 5:30 વાગ્યે અકરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોપી બ્રિજ પાસે થયો હતો. મૃતકોમાં કેન્ટર ચાલક, એક મહિલા, એક બાળક અને કારમાં સવાર એક પુરુષનો સમાવેશ થાય છે.
નજરેજોનાર સત્યભાને જણાવ્યું હતું કે, “બેકાબુ કાર રોન્ગ સાઈડથી ટેન્કર સાથે અથડાઈ હતી. હું ઘટનાસ્થળે દોડી ગયો અને એક વ્યક્તિને કારમાંથી બહાર કાઢ્યો. બાકીના લોકોને બહાર કાઢ્યા ત્યાં સુધીમાં બંને વાહનોમાં વિસ્ફોટ થયો અને આગ લાગી ગઈ.”
મારી સામે બધા જીવતા સળગી ગયા. હાઇવે પર પસાર થતા લોકોએ કાર જોઈને તેઓ ઉભા રહી ગયા. તેમણે પોલીસને જાણ કરી. 10-15 મિનિટ પછી પોલીસ વધુ ટુકડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી. ત્યારબાદ આગ ઓલવવામાં આવી.
અકસ્માતની માહિતી મળતાં, પોલીસ અધિક્ષક (ગ્રામીણ) અમૃત જૈન તેમના દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસનું કહેવું છે કે કારની નંબર પ્લેટ સળગી ગઈ છે. તેઓ તેના ચેસીસ નંબરનો ઉપયોગ કરીને સરનામું શોધી રહ્યા છે. સરનામું મળી ગયા પછી, પરિવારને જાણ કરવામાં આવશે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ક્રેન બોલાવીને સળગી ગયેલા વાહનોને દૂર કરવામાં આવ્યા હતા.