લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટી એટલે GST ઘટાડ્યો : TMC સાંસદ અભિષેક

Spread the love

 

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતા અભિષેક બેનર્જીએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે GSTમાં ઘટાડો કર્યો કારણ કે ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવી શક્યું ન હતું. આ તેનું સીધું પરિણામ છે. તેમણે સવાલ કર્યો કે શું સરકાર છેલ્લા આઠ વર્ષથી GST ના નામે જનતા પાસેથી વધુ પડતો કર વસૂલ કરી રહી છે. બંગાળીમાં, કહેવાય છે, કે બિલાડીને જ્યાં સુધી જોખમ ન હોય ત્યાં સુધી ઝાડ પર ચઢતી નથી.
બેનર્જીએ કહ્યું-“લોકસભા ચૂંટણીમાં ભાજપે 60 બેઠકો ગુમાવી. તેની સંખ્યા 303 થી ઘટીને 240 થઈ ગઈ. પરિણામે, તેનો GST દર પણ 27% થી ઘટીને 18% થઈ ગયો. જો તેમની બેઠકો વધુ ઘટી હોત તો તે ઘટીને 9% થઈ ગયો હોત. જે દિવસે ભાજપની કોઈ બેઠક રહેશે નહીં,ત્યારે GSTના દર શૂન્ય થઈ જશે”. અભિષેક બેનર્જીએ સોમવારે દક્ષિણ 24 પરગણા જિલ્લાના વિષ્ણુપુરમાં દુર્ગા પૂજા ગાઈડ મેપ અને ટેલિફોન ડિરેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું અને એક ખાસ સાયબર સેલ પણ શરુ કર્યો. આ કાર્યક્રમ દરમિયાન તેમણે GST પર પણ નિવેદન આપ્યું હતું.
અભિષેકે કહ્યું કે આજે દેશ અને તેની અર્થવ્યવસ્થાને ભાજપ સરકારે ઘૂંટણિયે પાડી દીધી છે. અમે જોયું છે કે રાજ્યોની કોઈ ભલામણોને ક્યારેય ધ્યાનમાં લેવામાં આવી નથી. GST કલેક્શનમાં રાજ્યોનો હકનો હિસ્સો સમયસર આપવામાં આવતો નથી. વિપક્ષ શાસિત રાજ્યોના ભંડોળને જાણી જોઈને અટકાવવામાં આવે છે. આ અર્થતંત્રને ખતમ કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે નોટબંધીથી નોંધપાત્ર નુકસાન થયું છે, અને ભાજપ આ માટે જવાબદાર છે. ભાજપે હજુ સુધી આ અચાનક નિર્ણયના પરિણામે કેટલા લોકો મૃત્યુ પામ્યા તે જાહેર કર્યું નથી. કેન્દ્ર સરકાર રાજકીય વિરોધીઓને હેરાન કરવા માટે ED અને CBI જેવી એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.
આ દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકારે GST દર ઘટાડીને રાજ્યો પર નાણાકીય બોજ નાખ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળને આશરે ₹20,000 કરોડનું નુકસાન થશે, પરંતુ સામાન્ય જનતાને ફાયદો થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની માંગ છે કે વધારાનો GST બોજ દૂર કરવામાં આવે અને કેન્દ્ર સરકારે તેનો શ્રેય ન લેવો જોઈએ. તેમણે લોકોને ધાર્મિક અને ભાષાકીય એકતા જાળવવા અને સમાજને વિભાજીત કરનારાઓથી સાવધ રહેવા અપીલ કરી હતી.​​​​​​​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *