વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિનની ઉજવણી નિમિત્તે તેમના જીવનકવન આધારિત પુસ્તક પ્રદર્શનનો મેયર પ્રતિભા જૈનના વરદ્દહસ્તે શુભારંભ

Spread the love

અમદાવાદ 

શેઠ મા.જે. પુસ્તકાલય દ્વારા સમયાન્તરે વિવિધ વાચનેત્તર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૫મા જન્મદિનની ઉજવણીના ભાગરુપે સેવા પખવાડિયા અંતર્ગત “શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવનકવન’ પર પ્રકાશિત થયેલ પુસ્તકોનું શેઠ મા.જે. પુસ્તકાલય તેમજ ૦૬ સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં પ્રદર્શન તા.૨૪-૦૯-૨૦૨૫ થી તા.૦૨-૧૦-૨૦૨૫ દરમ્યાન ગોઠવવામાં આવેલ છે જેનો શુભારંભ માન. મેયરશ્રી પ્રતિભાબેન આર. જૈનના વરદ્દહસ્તે તા.૨૪-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે શેઠ મા.જે. પુસ્તકાલય ખાતેથી કરવામાં આવેલ તે સમયે તેઓશ્રીએ “શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જીવનયાત્રાથી પુસ્તકાલયના ઉપભોક્તાઓ પરિચિત થાય તેમજ તેમનામાં રાષ્ટ્રગૌરવ, આત્મનિર્ભરતા, નૈતિકતા અને સંસ્કૃતિ સિંચનના મૂલ્યો વિકાસ પામે તેવા ઉમદા હેતુથી આ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે તેમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લિખિત ૦૫ પુસ્તકો અને તેમના વિશે લખાયેલા ૧૫૦ થી વધુ પુસ્તકોનો સમાવેશ થાય છે સાથે વાંચનની સુવિધાનું પણ આયોજન કરેલ હોવાથી તેનો લાભ લેવા નગરજનોને અપીલ કરેલ છે”.

વધુમાં તેઓશ્રીએ માન. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત @ ૨૦૪૭ની કલ્પના કરેલ છે તેમાં ગ્રંથાલયોની ભૂમિકા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહેલ છે તેમ જણાવી ગ્રંથાલયો જ્ઞાનના કેન્દ્ર, સામાજિક સંવાદના મંચ, સંસ્કૃતિના સંગ્રાહક, સંરક્ષક અને સંવાહક તરીકે પણ સમાજમાં યોગદાન આપી રહ્યા છે તે બાબતનો પણ ઉલ્લેખ કરેલ છે. માન. મેયરશ્રીના સૂચન અન્વયે સદર સપ્તાહ દરમ્યાન માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પુસ્તકો વાચકો ખરીદવા ઈચ્છશે તો તેઓને ખાસ વળતરથી પુસ્તકો ખરીદી પૂરા પાડવાની વ્યવસ્થા મા.જે. પુસ્તકાલય ખાતેથી કરવામાં આવેલ છે.

આજના ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં અ.મ્યુ.કોર્પોરેશનના પદાધિકારીશ્રી, વિવિધ કમિટીના ચેરમેનશ્રી, મ્યુ. કાઉન્સિલરશ્રી, મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળના સભ્યશ્રીઓ, સંબંધિત ડે. મ્યુ. કમિશ્નરશ્રી તેમજ પુસ્તકાલયના કર્મચારીગણે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ છે. આ સાથે ફોટોગ્રાફ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *