GJ-18ની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક-યુવતી 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે 1.15 વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં. ત્યારે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખસે બંનેને માલમતા આપી દેવા ધમકાવ્યા હતા,વૈભવ મનવાણી નામના યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી, જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો.
ત્યાર બાદ 23 સપ્ટેમ્બરે આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ આરોપીને આજે રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવાયો હતો. આ દરમિયાન ત્રણ આરોપીએ પોલીસની રિવોલ્વર ઝુંટવી ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું. જેમાં વિપુલ પરમારનું ગોળી વાગતા મોત થયું છે. આમ જ્યાં તેણે મર્ડર કર્યું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું છે. આ ફાયરિંગમાં ત્રણ પોલીસ કર્મીને ઈજા થઈ છે.
‘કાલે પાછો જેલમાંથી છૂટીને બહાર આવશે અને આજ પરિસ્થિતિ રહેશે. જ્યારથી સમજણો થયો છે ત્યારથી તે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તેને અગાઉ અનેક વખત ઠપકો પણ આપ્યો છે, છતાં તે આ જ પ્રકારનું વર્તન કરતો હતો.કેનાલ ઉપર જ્યારે હત્યા થઈ ત્યારે પોલીસ કડાદરા અમારા ઘરે આવી હતી ત્યાં સરપંચની હાજરીમાં તાળું તોડ્યું હતું અને સામાન પણ શોધ્યો હતો અને ઘરમાંથી ઘણું બધું પોલીસને મળ્યું પણ છે. ચાર વર્ષ પહેલાં પણ આ જ રીતેનો બનાવ બન્યો હતો. તેના પિતાનું અવસાન થયું ત્યારે તે જાત જામીન ઉપર બહાર આવ્યો હતો અને ત્યારબાદ તે મુદતો ભરતો નહોતો અમને પણ પોલીસ ફોન કરી અને જાણ કરતી હતી પરંતુ તે મુદ્દતો ભરતો નહોતો.
યુવક યુવતી એકાદ વાગ્યાની આસપાસ કેનાલ ખાતે ગાડીમાં હાજર હતા. આ દરમિયાન આરોપી વિપુલ કેનાલ વિસ્તારમાં ફરતો હતો. જે અંબાપુર કેનાલ બ્રિજ તરફના મેઈન રોડથી કેનાલના વેરાન સર્વિસ રોડ ઉપર ઘૂસ્યો હતો. બાદમાં યુવક યુવતીને ટાર્ગેટ કરી ગુનાને અંજામ આપ્યો હતો. જ્યાંથી તે નાસી ગયો હતો. આરોપી 12.30 વાગ્યા આસપાસનો આ વિસ્તારમાં ફરતો હોવાનું પોલીસનું માનવું છે.
આ ઘટના બાદ વિપુલ ફરાર થઈ ગયો હતો અને ગાંધીનગર પોલીસને થાપ આપી રહ્યો હતો. તે છાલા અને દહેગામ પંથકમાં પણ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસ તેને પકડી શકી ન હતી. આખરે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસમાં જોડાઈ અને તેને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો. આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તે મનોરોગી છે અને અવારનવાર ઉશ્કેરાઈને હુમલાઓ કરતો હોય છે.
અડાલજ પાસેની અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવક-યુવતી 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે 1.15 વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં ત્યારે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખસે બંનેને માલમતા આપી દેવા ધમકાવ્યા હતા, યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી, જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો. યુવતી અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. લૂટારો રોકડ, મોબાઇલ અને અન્ય મતા સાથે યુવકની કાર લઈને ફરાર થઈ ગયો હતો, જોકે થોડે દૂર કાર બંધ થઈ જતાં મૂકીને નાસી છૂટ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવેલો આરોપી વિપુલ પરમાર જામીનમુક્ત થયેલો છે. તે કેનાલ પાસે ઊભાં રહેતાં પ્રેમી-પંખીડાંને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે. આ શખસે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહોતા. એને કારણે તે કોઈપણ યુગલને જોતાં જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે.
