
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ યુએન જનરલ એસેમ્બલીમાં તેમના સંબોધનને લઈને ચર્ચામાં છે. ન્યૂયોર્ક જવા રવાના થતાં પહેલાં, તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા કે તેઓ પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપનારા દેશોની આકરી ટીકા કરશે.
“ખૂનીઓ, બળાત્કારીઓ અને બાળકોને બાળી નાખનારાઓને રાજ્ય આપવું?”
નેતન્યાહુએ પોતાના નિવેદનમાં કહ્યું, “હું એવા નેતાઓની નિંદા કરીશ જેઓ હત્યારાઓ, બળાત્કારીઓ અને બાળકોને બાળી નાખનારાઓની નિંદા કરવાને બદલે, તેમને ઇઝરાયેલી જમીનના હૃદયમાં એક રાજ્ય આપવા માંગે છે. આવું થશે નહીં.”
યુએન જનરલ એસેમ્બલી ઉપરાંત, નેતન્યાહુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાતમાં ગાઝા યુદ્ધ, ઇરાન સામે ઇઝરાયેલનું હવાઈ યુદ્ધ અને અન્ય લશ્કરી સંઘર્ષો પર ચર્ચા થવાની અપેક્ષા છે. નેતન્યાહુએ કહ્યું કે તેઓ શાંતિ અને જીત બાદ ઇઝરાયેલી બંધકોને પરત લાવવા પર ભાર મૂકશે. નેતન્યાહુનું આ સંબોધન એવા સમયે આવી રહ્યું છે જ્યારે ઘણા દેશો પેલેસ્ટાઇનને માન્યતા આપવા માટે દબાણ કરી રહ્યા છે. ઇઝરાયેલી પીએમ આ મુદ્દા પર સતત અન્ય દેશો સાથે લોબિંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ યુએનમાં ઇઝરાયેલ, તેના સૈનિકો અને દેશનું સત્ય રજૂ કરશે. નેતન્યાહુના આ નિવેદનથી સ્પષ્ટ છે કે યુએન જનરલ એસેમ્બલીમાં આ મુદ્દો એક મોટી ચર્ચાનો વિષય બનશે.