બિહારમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં ૯ છોકરાઓ નદીમાં ડૂબ્યાં, પના મોત

Spread the love

 

બિહારના ગયાજીમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની હતી. ખિઝરસરાય વિસ્તારના કેની પુલ નજીક રીલ્સ બનાવવાના ચક્કરમાં ૯ છોકરાઓ નદીમાં ડુબી ગયા હતા. આ દરેક નદીના કિનારે રીલ્સ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ઊંડા પાણીમાં જતા રહ્યા હતા અને પોતાને ડુબતા જોઈને બૂમો પાડવા લાગ્યા હતા. બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા.
ઘણી મહેનત પછી દરેકને બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક તેમને બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ બે છોકરાઓને વધુ સારવાર માટે અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તો સાત છોકરાઓને બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યા હતા, જેમાંથી પાંચના મોત થયા છે, જ્યારે બે સારવાર હેઠળ છે.
ઘટના અંગ જ્યારે પરિવારને માહિતી મળી ત્યારે આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. પરિવાર પર દુઃખનું આભ ફાટી પડયુ છે. એક માહિતી પ્રમાણે છોકરાઓ શાળાએથી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ નદી કિનારે વીડિયો બનાવવા ગયા હતા અને આ દુઃખદ ઘટના બની. લોકોએ કહ્યું કે કેટલાક છોકરાઓ ૧૧મા ધોરણમાં હતા, જ્યારે કેટલાક ૧૨માં ધોરણમાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *