અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા ‘સ્વચ્છ શહેરી જોડી’ પહેલ અંતર્ગત 05 નગરપાલિકાઓ સાથે થયેલ ઐતિહાસિક સમજૂતી કરાર

Spread the love

અમદાવાદ

ભારત સરકારના આવાસન અને શહેરી કાર્ય મંત્રાલય (MoHUA) હેઠળ સ્વચ્છ ભારત મિશન-અર્બન (SBM-U 2.0) ની એક મહત્વાકાંક્ષી પહેલ, ‘સ્વચ્છ શહેરી જોડી’ (Swachh Shehar Jodi) અંતર્ગત, ગુજરાતનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક મુખ્ય મેન્ટર સિટી (માર્ગદર્શક શહેર) તરીકે પાંચ નગરપાલિકાઓને સ્વચ્છતા માટે માર્ગદર્શન આપવાની અગત્યની પહેલને આગળ ધપાવતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ ને શનિવારના રોજ રીવરફ્રન્ટ હાઉસ ખાતે એક સમારોહમાં પાંચ મેન્ટી નગરપાલિકાઓ સાથે સમજૂતી કરાર (MoU – Memorandum of Understanding) પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે.

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ માં રાજ્યમાં ટોપ પરફોર્મન્સ (શ્રેષ્ઠ પ્રદર્શન) કરનાર મહાનગરપાલિકાઓની શ્રેણીમાં આવતા AMC દ્વારા સાણંદ, સલાયા, રાણાવાવ, મુન્દ્રા બરોઈ અને વાંકાનેર નગરપાલિકાઓને મેન્ટી સિટીઝ તરીકે પસંદ કરવામાં આવી છે, આ તમામ નગરપાલિકાઓ સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪માં નબળું પરિણામ (Lowest Result) મેળવનાર શહેરોની શ્રેણીમાં આવે છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય મેન્ટી શહેરોમાં સ્વચ્છતાના ધોરણોને સુધારવા, પ્રક્રિયાઓને મજબૂત કરવા, અને કચરા વ્યવસ્થાપનમાં અમદાવાદની ચકાસાયેલ શ્રેષ્ઠ પ્રથાઓ (Tested Best Practices) નું અનુકરણ કરાવવાનો છે.

આ સમય-બાઉન્ડ (Time-bound) અને પરિણામ-લક્ષી (Outcome-oriented) પહેલ હેઠળ, દરેક જોડી આગામી ૧૦૦ દિવસ માટે સહયોગ કરશે. AMC આ મેન્ટી નગરપાલિકાઓને ખાસ કરીને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન સિસ્ટમ (ઘરે-ઘરે કચરો એકત્રીકરણ) અને કચરાના વૈજ્ઞાનિક નિકાલની પ્રક્રિયાઓ (Disposal Procedures) અંગે માર્ગદર્શન આપશે.

આ ઉપરાંત, શહેરોની હયાત પરિસ્થિતિ (Existing Situation) ને ધ્યાનમાં લઈને જરૂરી ટેકનિકલ (તકનીકી) અને વહીવટી કુશળતા (Administrative Expertise) નો સપોર્ટ પૂરો પાડવામાં આવશે, જેમાં કચરા પ્રોસેસિંગ સુવિધાઓ સ્થાપિત કરવામાં સહાય અને દૃશ્યમાન સ્વચ્છતા (Visible Cleanliness) માં સુધારો લાવવાનો સમાવેશ થાય છે.

આ યોજનાના મુખ્ય ૮ ફોકસ ક્ષેત્રોમાં કાર્ય કરવામાં આવશે, જેમાં દૃશ્યમાન સ્વચ્છતા, કચરાનું સેગ્રિગેશન અને પરિવહન, સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ, સ્વચ્છતાની સુવિધાઓની પહોંચ, વપરાયેલા પાણીનું વ્યવસ્થાપન, યાંત્રિક ગટર સફાઈ સેવાઓ અને સફાઈ કર્મચારીઓનું કલ્યાણ, સ્વચ્છતા માટે જાગૃતિ અભિયાન (Advocacy), અને નાગરિક પ્રતિભાવ (Citizen Feedback) તથા ફરિયાદ નિવારણ નો સમાવેશ થાય છે.

નગરપાલિકાઓ સાથેનાં આ MOU હસ્તાક્ષર સમારોહ અમદાવાદ શહેરના માન. મેયરશ્રી પ્રતિભાબેન જૈન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, માનનીય ડેપ્યુટી મેયરશ્રી જતીનભાઈ પટેલ, માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી અમૃતેષ ઔરંગાબાદકર, અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટરશ્રી વિજય મિસ્ત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતો. જે સ્વચ્છતાના સુધારા માટે એક મજબૂત આંતર-શહેર સહયોગની શરૂઆત કરશે, જેની આકારણી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬ દરમિયાન કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેના આ MOU 05 નગરપાલિકાઓ એવી મેન્ટી સિટીઝમાં ૧૦૦ દિવસના આ સુધારાના પ્રયાસોના પરિણામે આ તમામ નગરપાલિકાઓનાં સ્વચ્છતાનાં ધોરણમાં પરિણામલક્ષી સતત સુધારો થશે તથા તેની અસર તે તમામ નગરપાલિકાઓનાં સ્વચ્છ સર્વેક્ષણના રેન્કમાં પણ જોવા મળે તેવા પ્રયાસો તથા અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *