ચોકલેટ-બિસ્કિટના પાર્સલોની આડમાં લંડનથી આવતો હાઇબ્રીડ ગાંજાનો 525 ગ્રામ કિ.રૂ.52,58,000 નો જથ્થો પકડી પાડતી અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાન્ચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ નાઓએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ નાઓના સુપરવિઝન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.પી.ઉનડકટ તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.વી.દેસાઇ નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઈ.શ્રી જે.બી.દેસાઇ નાઓને મળેલ બાતમી હકિકત આધારે તા.૨૬/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદ શહેર શાહીબાગ, ફોરેન પોસ્ટ ઓફિસના પહેલા માળે ઇમ્પ્લેટ સેકશન ઓફિસ અંદરથી છ પાર્સલોમાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો હાઇબ્રીડ (હાઇડ્રોફોનીક)નશીલો પદાર્થ ગાંજાનો કુલ્લે જથ્થો 525 ગ્રામ જેની કિ.રૂ.52,58,000/- મત્તાના મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા ઇસમો વિરૂધ્ધ અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન गु.२.नं.11191011250310/2025 धी येन.डी.पी.स. ८ ५५ 8(C), 20(B)(2)(A), 23(b), 29 મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પો.ઈ.શ્રી, પી.વી.દેસાઇ નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે.

કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ:

(૧) પો.ઈન્સ.શ્રી ડી.પી.ઉનડકટ (રિડિંગ પાર્ટી અધિકરી)

(૨) પો.ઈન્સ.શ્રી પી.વી.દેસાઈ

(૨) પો.સ.ઈ.શ્રી જે.બી.દેસાઇ

(૩) મ.સ.ઈ મહેન્દ્રસિંહ મંગળસિંહ

(૪) હે.કો. મુકેશભાઇ કાનાભાઇ

(૫) હે.કો. જયરાજસિંહ વિક્રમસિંહ

(૬) પો.કો. પરેશભાઇ વાલજીભાઇ

(૭) પો.કો. રાહુલસિંહ જીલુભા

(૮) પો.કો. જીતેન્દ્રસિંહ લાખુભા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *