આજે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી

Spread the love

 

હવામાન વિભાગ દ્વારા આજથી લઈને ૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાની આગાહી કરવામાં આવી છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ૩ દિવસ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે અને રાજ્યના સમગ્ર દરિયાકાંઠે ન્ઝ્રજી-૩ લગાવવામાં આવ્યું છે. આગામી ૪ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. જામનગર, અમરેલી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે ૨૦૨૫ની ચોમાસાની સિઝનનો વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. ૨ ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ શરૂ રહેશે, જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. અનેક જગ્યાએ બેથી પાંચ ઈંચ તો કોઈ જગ્યાએ પાંચ ઈંચથી પણ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને બંગાળની ખાડીનું સાઇક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કર્યું, એ સાઇક્લોનિક સર્ક્યુલેશન ૨૪ સપ્ટેમ્બરે મહારાષ્ટ પર આવીને મજબૂત બનીને લોપ્રેશર બન્યું હતું, જે વધુ સ્ટ્રોંગ થઇ ડિપ્રેશન બની છે. આ સિસ્ટમ હજુ પણ મજબૂત બની શકે છે, જેના કારણે મુંબઈની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
ઉના પંથકમાં ઉપરવાસ વરસાદને પગલે ખેતરાઉ પાણી આવતા દેલવાડા નજીકના ગુપ્તપ્રયાગ તીર્થ સ્થાનનું પ્રયાગરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે. તેમજ હજુ પણ પાણીની આવક વધી રહી છે. ગુપ્તપ્રયાગના તમામ કુંડો પાણીથી ભરાઈ ગયા છે. રાજુલા શહેરમા ચાલુ વરસાદ વચ્ચે ખૈલેયા મન મૂકી ગરબે રમ્યા માતાજીની ગરબી ઉપર છત્રી રાખી ખૈલેયા ગરબે રમ્યા સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે મોટાભાગના પાર્ટી પ્લોટ ૨ દિવસથી બંધ છે. રાજુલામાં મોડી રાત સુધી ચાલુ વરસાદમાં ખૈલેયાઓ રમતા જાેવા મળ્યા સમગ્ર જિલ્લામાં માત્ર રાજુલા જય માતાજી મહિલા પાર્ટી પ્લોટ ચાલુ વરસાદમાં મોડી રાત સુધી આરાધના કરી વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા. મોરબીમાં નવરાત્રીના આઠમા દિવસે પણ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. ઉમિયા નવરાત્રી મહોત્સવ સહિતના અનેક રાસ-ગરબા કાર્યક્રમોમાં વરસતા વરસાદે ખેલૈયાઓને ભીંજવ્યા, પરંતુ તેમ છતાં ખેલૈયાઓનો જુસ્સો ઓસર્યો નથી. સતત વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓ ગરબા રમતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *