
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે સંઘની પ્રાર્થના ભારત માતાની વંદના અને દેશ પ્રત્યે સ્વયંસેવકોનો સામુહિક સંકલ્પ છે. તેમણે નાગપુરમાં શંકર મહાદેવન દ્વારા ગવાયેલી સંઘની પ્રાર્થનાનું ઓડિયો રેકોર્ડીંગ જાહેર કર્યું હતું. મોહન ભાગવતે જણાવ્યું હતું કે પ્રાર્થના માતૃભૂમિ પ્રત્યે ભકિત પ્રેમ અને સમર્પણની અભિવ્યકિત છે. તેમણે જણાવ્યું હતું કે વ્યકિતગત સંકલ્પ પ્રત્યેક સ્વયં સેવકના દ્દષ્ટિકોણમાં હોય છે, પરંતુ સંયુકત મિશન અને મૂલ્ય સંઘની પ્રાર્થનાથી જ ઉત્પન્ન થાય છે, જેનું 1940થી સ્વયંસેવકો દ્વારા પઠન કરવામાં આવે છે. નાગપુરના રેશિમ બાગમાં આવેલ મહર્ષિ વ્યાસ હોલમાં આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં ભાગવતે પ્રસિધ્ધ ગાયક શંકર મહાદેવન દ્વારા ગવાયેલ સંઘની પ્રાર્થનાનું ઓડિયો રેકોર્ડીંગ જાહેર કર્યું હતું. અભિનેતા સચિન ખંડેકર, જાણીતા વોઈસઓવર આર્ટિસ્ટ અને એન્કર હરિશ ભીમાણી અને સંગીતકાર રાહુલ રાનાડે પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પ્રાર્થના ગીતનું લંડનના એક સ્ટુડિયોમાં રોયલ ફિલહારમોનિક ઓરકેસ્ટ્રા સાથે રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. જેમાં બધા વિદેશી સંગીતકાર હતા. શંકર મહાદેવને સંગીતમય પ્રસ્તુતિ આપી હતી. જયારે મરાઠીમાં સચિન ખંડેકરે અને હિન્દીમાં હરિશ ભીમાણીએ વોઈસ ઓવરમાં તેમનો અવાજ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સંઘની મૂળ પ્રાર્થના નરહરિ નારાયણ ભિડે દ્વારા રચિત હતા. તે પહેલીવાર 23 એપ્રિલ 1940ના પૂણેમાં સંઘ શિક્ષણ વર્ગમાં યાદવ રાવ જોષી દ્વારા ગવાઈ હતી. પ્રાર્થનાનું પ્રારંભિક ફોર્મેટ 1939માં પૂણેમાં એક બેઠક દરમિયાન તૈયાર થયું હતું. મોહન ભાગવતે જણાવ્યું હતું કે ઓડિયો જાહેર થયા બાદ આ પ્રાર્થના વધુને વધુ લોકો સુધી પહોંચશે.
રવિવારે વડાપ્રધાન મોદીએ `મન કી બાદ’માં આરએસએસને યાદ કરીને કહ્યું હતું -રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષથી થાકયા વિના રાષ્ટ્રની સેવામાં જોડાયેલુ છે. લાખો સ્વયંસેવકોના દરેક કાયમમાં નેશન ફર્સ્ટની ભાવના સૌથી ઉપર રહે છે. વડાપ્રધાને આરએસએસની સાથે સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા હતા. વડાપ્રધાને સ્વદેશી પર જોર આપીને 2 ઓકટોબરે ગાંધી જયંતીએ ખાદી ઉત્પાદનો ખરીદવા અપીલ કરી હતી. પીએમે જણાવ્યું હતું કે 1925માં વિજય દશમીએ કેશવ બલિરામ હેગડેવારે આરએસએસની સ્થાપના કરી હતી. પીએમ મોદીએ હેગડેવાર બાદ સર સંઘ સંચાલક બનેલા એમ.એસ. ગોલવલકરની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું-પરમ પૂજય ગુરૂજીએ રાષ્ટ્ર સેવાના આ મહાયજ્ઞને આગળ વધાર્યો હતો. વડાપ્રધાને શહીદ ભગતસિંહને અને ગાયિકા લતા મંગેશકરને પણ યાદ કર્યા હતા. વડાપ્રધાને બે ઓડિયો કલીપ સંભળાવી આસામના મહાન ગાયકો ભૂપેન હજારિકા અને જુબીન ગર્ગને પણ યાદ કર્યા હતા.
પોતાના અસ્તિત્વના 100 વર્ષ ઉજવી રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ 100 વર્ષ પહેલા નિયમ મુજબ સ્વયંસેવકોની બેઠકમાં વોટીંગ કરીને નકકી કરવામાં આવ્યું હતું. જેના પર સંઘના સંસ્થાપક ડો.કેશવરામ બલિરામ હેડગેવારે અંતીમ મહોર લગાવી હતી. સંઘના નામકરણ માટે ત્રણ નામો `રાષ્ટ્રીય સેવક સંઘ’ સંઘે `જરી પટણ મંડલ’ અને `ભારતોઘ્ધાર મંડલ’ પર વિચાર થયો હતો. જેમાં હાલના નામની પસંદગી થઇ હતી.
ખરેખર તો વિજયા દશમીએ સંઘની સ્થાપના સાત મહિના સુધી એ સ્પષ્ટ ન હોતું કે સંગઠનનું નામ શું રાખવું. ડો.હેડગેવાર આ બારામાં સ્વયંસેવકો સાથે અનોપચારીક ચર્ચા કરતા રહેતા હતાં. આ ચર્ચાઓમાં સ્વયં સેવકોએ `શિવાજી સંઘ’ `હિન્દુ સ્વયં સેવક સંઘ’, `મહારાષ્ટ્ર સ્વયં સેવક સંઘ’, `જરી પટકા’ જેવા નામ સુચન કરાયા હતાં. આ ઉપરાંત `જરી પટકા મંડલ’ પણ સુચીત થયું હતું. જેનો સીધો સબંધ પેશવાઇ સાથે હતો. જે બર્બર મુસ્લીમ શાસનથી મુકિતનું પ્રતીક હતું. કેટલાક સ્વયંસેવકોએ `હિન્દુ સ્વયંસેવક સંઘ’નું સુચન કરેલ હતું. જેના પર હેડગેવારે કહેલું હિન્દુ અને રાષ્ટ્રીય બંને સમાનાર્થી છે.