
આજકાલ શારજાહ સોનાની ચમકથી છલકાઈ રહ્યું છે. અહીં 56મો વોચ એન્ડ જ્વેલરી મિડલ ઇસ્ટ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 10 કરોડ રૂપિયાનો ‘દુબઈ ડ્રેસ’ સમારોહમાં હેડલાઇન્સ બનાવી રહ્યો છે. 21 કેરેટ ગોલ્ડથી બનેલો આ ડ્રેસ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયો છે. તેને વિશ્વનો સૌથી ભારે અને સૌથી મોંઘો ડ્રેસ માનવામાં આવે છે. આ પ્રદર્શનમાં ભારત, ઇટાલી, યુએસએ, રશિયા, યુકે, જાપાન, ચીન, સિંગાપોર, હોંગકોંગ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા સહિત ઘણાં દેશો ભાગ લઈ રહ્યાં છે.
10.0812 કિ.ગ્રામનો રૂ10 કરોડની કિંમતનો ડ્રેસ ગિનીસ વિશ્વ રેકોર્ડમાં ર્નોેંધાયો
અહીં ડ્રેસના ચાર ભાગ છેઃ
નેકલેસ : 8.8 કિલો
ક્રાઉન : 398 ગ્રામ
ઇયરિંગ્સ : 134 ગ્રામ
વેસ્ટબેન્ડ : 738 ગ્રામ