GJ-18 ના રૂપાલ ખાતે માતાજીને ઘીનો હજારો લિટરનો અભિષેક,
દર્શન કરવા ચિક્કાર ગીર્દી, પડે તેના કટકા જેવો ઘાટ, સંખ્યા દર વર્ષે વધતી જાય છે


ગાંધીનગર
વરદાયિની માતાજીના મંદિરે પરત બાળકો જન્મ્યા હોય તેમને પણ રૂપાલમાં ફરી હતી. ગાંધીનગર જિલ્લાના આસો સુદ નોમના નીકળતી વરદાયિની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લિટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી. વરદાયિની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકોએ માનતા પૂર્ણ કરી હતી. માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ ૨૭ ચોકમાં ફરી હતી અને સવારે પોણા આઠ વાગ્યા આસપાસ રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી પર શુદ્ધ પીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા છે જે આજે પણ અકબંધ છે. પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરતા પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં અને બેરલમાં ઘી એકત્ર કરવામાં આવ્યું હતું. ગામના રસ્તા પર પલ્લી નીકળતા જ કાર્યકર્તાઓ દ્વારા ડોલ ભરી ભરીને પલ્લી પરથીનો અભિષેક કરાયો હતો.
પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં થી ચઢાવે છે. આ ઉપરાંત પલ્લીનાં દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હોય તેમની માતાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ધડુલિયા લઈને ગરબા કરે છે અને ગામાના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જવાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં
નીકળીને ચોકમાં આવે એટલે તેના પર થી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે. પલ્લી એટલે શું? એવો સવાલ બધાને
થાય છે. પલ્લી એટલે માતા માટે લાકડાના ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હોવાનો ઉલ્લેખ છે. હાલ રૂપાલની પલ્લી બનાવવા અઢાર કોમ સાથે મળીને બનાવે છે. એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતીક છે. પલ્લી બનાવવા માટે ગામના ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. તેમાંથી ગામના ભાઈઓ માતાજીનો પલ્લીરથ થડીને તૈયાર કરે છે. બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લી રથને પલ્લીવાળા વાસમાં માતાજીનો ગોખ તથા માની છબિ ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. એ જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયનાં છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે.ત્યારબાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કૂંડા પલ્લી ઉપર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળીભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે અને આમ માતાજીનો સુંદર પલ્લી રથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેદ્ય ધરાવવાની છાબ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ ગામમાં વસતા અઢારે આલમના લોકો માતાજીની શકિત મુજબ સેવા કરે છે. માતાની પલ્લી એટલે માનો રથ, જેની ઉપર પાંચ પાંડવોના પ્રતીક સમી જયોત ઝળહળતી હોય છે. આ રથમાં સ્વંયં માતા બિરાજમાન હોય છે. માતાજીની પલ્લીમાં ગામના અઢારે આલમના લોકો સેવા આપે છે. આ પલ્લીના ઈતિહાસ અને મહત્ત્વ વિશે લખાયેલું છે કે દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડીને એની રક્ષા માટે માતા વરદાયિનીની પ્રાર્થના કરી હતી.
આ ખીજડાના ઝાડ નીચે માનું સ્થાન હતું. એ વખતે રૂપાલ અને આજુબાજુના પંથકમાં ગાઢ જંગલ જ હતું. ગુપ્તવાસ પૂરો કરી પાંડવો પરંત પુનઃ માતાજીના સ્થાને પાછા ફર્યા હતા અને તેમનાં અસ્ત્ર-શસ્ત્ર છુપાવ્યાં હતાં એ પરત મેળવી માના આશીર્વાદ લીધા અને ત્યાં પંચબલિ યજ્ઞ કરી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ, પલ્લીનો પ્રારંભમહાભારતકાળથી પાંડવોએ કર્યો હતો. આ પલ્લીયાત્રા પાંડવાકાળથી ચાલી આવે છે. મા વરદાયિનીનો સાક્ષાત્કાર જોઈને માને નમન કરવા લાખો માઈભક્તો નવરાત્રિ દરમિયાન અને પલ્લીના દિવસે ખાસ રૂપાલ આવે છે.રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીની શોભાયાત્રાનો ટૂંક સમયમાં પ્રારંભથશે, માતાજીની પલ્લી પર ઘીનો અભિષેક કરવા માટે ભક્તો રસ્તાઓ પર રાહ જોઈને ઉભા છે. રૂપાલાના રસ્તાઓ પર હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા.