GJ-18 ની પોલીસે 21 કલાકમાં આરોપીનું કાઠલું પકડી લીધું

Spread the love

મોઢું દબાવીને હત્યા કરાઈ હતી, નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો

GJ-18 ની પોલીસે 21 કલાકમાં આરોપીનું કાઠલું પકડી લીધું


ગાંધીનગર

ગઇકાલે ૩૦ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર સેકટર-૨૪ પાઠય પુસ્તક મંડળના ક્વાર્ટર્સના બ્લોક નં. ૭૫૨ના મકાન નં.૫ માંથી એક પોલીસ કોન્સ્ટેબલ મહિલા રીંકલબેન હસમુખભાઇ વણઝારા ઉ.વ. આશરે ૩૨ની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મરણ જનાર મુળ ગારીયાધાર જી. ભાવનગરના વતની અને હાલમાં અમદાવાદ શહેર શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે “”- કંપની”માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતી હતી. મૃતક ગાંધીનગર સેક્ટર-૨૪ ખાતે પોતાના ભાઇ-ભાભી સાથે રહેતા હોવાની વાત સામે આવી છે. બનાવની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સમગ્ર ઘટનામાં ટેકનિકલ એનાલીસીસની મદદથી જાણવા મળ્યુ હતુ કે, આ મરણ જનાર રીંકલબેનના સંપર્કમાં મોહનભાઈ નાગજીભાઈ પારધી ઉ.વ.૩૩ રહે, બુધ્ધ વિહાર શેરી, આંબેડકર શેરીની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલીવાળો ઘણા સમયથી મરણ જનાર સાથે સંપર્કમાં હતો. મોહન નાગજીભાઈ પારધી હાલ અમરેલી ખાતે હોવાનુ જણાઈ આવતા એલ.સી.બી. ની એક ટીમ અમરેલી ખાતે રવાના કરેલ જ્યાં અમરેલી એલ.સી.બી.પો.ઈન્સ.વી.એમ.કોલાદરા અને પો.સ.ઈ. કે.ડી.હડીયા નાઓની ટીમની મદદથી ઉપરોક્ત આરોપીને રાઉન્ડઅપ કરી એલ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવેલ અને તેની પુછપરછ દરમ્યાન પ્રથમ આ બનાવ બાબતે કંઇ જાણતો ન હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરતાં તેની વધુ ઉડાણપુર્વક પુછપરછ કરતાં ગુનાની નીચે મુજબની કબુલાત કરેલ છે. મરણ જનાર
લોકલ કાઈમ બ્રાન્ચ નહીં, ફાસ્ટ કાઈમ બ્રાન્ય, LCB નહી (FCB) કરો
રીંકલબેન તથા આરોપી મોહન નાગજીભાઈ પારથી બન્ને સને-૨૦૧૧-૧૨માં અમરેલી ખાતે સાથે કોલેજ કરતા હતા અને મરણ જનાર રીંકલબેન તથા આરોપી મોહન પારથી બન્ને ગારીયાધાર જી. ભાવનગરના વતની હોવાથી અને કોલેજ દરમ્યાન સંપર્કમાં આવેલા અને બાદમાં આરોપીના ૨૦૧૫ની સાલમાં લગ્ન થઇ જતાં આરોપીએ રીંકલબેન સાથે સંબંધ ઓછા કરી નાખેલ. બાદ તે પછી આરોપી તથા મરણ જનાર આજદિન સુધી એકબીજાના સંપર્કમાં હતા ત્યારે ૨૯ સપ્ટેમ્બરના રોજ મરણ જનાર રીંકલબેનના ભાઈ-ભાભી ગારીયાધાર ભાવનગર ખાતે માતાજીના નિવેધ કરવા ગયા હતા અને તે દરમિયાન આરોપી સાથે મૃતકને મળવા માટે વાત થઈ હતી. આરોપી તથા મરણ જનારને સ્નેપચેટ મારફતે વાત થયેલ અને આરોપી મોહન પારથી તા.૨૯/૦૯/૨૦૨૫ના રોજ બપોરના આશરે એકાદ વાગે એસ.ટી. બસ મારફતે અમરેલીથી અમદાવાદ ખાતે આવવા નીકળેલ અને અમદાવાદથી રાત્રીના આશરે નવેક વાગ્યે પ્રાઇવેટ વાહનમાં ગાંધીનગર ખાતે આવેલ અને મરણ જનારના ઘરે ગયેલ બાદ મરણ જનારના ઘરે વાતચીત દરમ્યાન મરણ જનાર રીંકલબેને આરોપી મોહન પારધીને લગ્ન કરવા માટે દબાણ કરેલ પરંતુ આરોપી પરણીત હોઈ અને લગ્નને દસેક વર્ષ જેવો સમય થયેલ હોઈ આરોપીએ લગ્ન કરવાની ના પાડેલ જેથી વાતચીત દરમ્યાન આ બાબતે ઝગડો થતાં મરણ જનાર રીંકલબેનને ઘરમાં રહેલ કપડા વડે શ્વાસ રૂપાઈ જાય તે રીતે મોઢા ઉપર કપડુ દબાવી દઈ હત્યા કરી. હત્યા કરી આરોપી એસ.ટી. બસ મારફતે અમરેલી ખાતે જતા નીકળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *