ખાનગી ટ્યુશન ક્લાસીસ પર સરકાર કાયદા દ્વારા કોરડો વીંજસે
દેશભરમાં ખાનગી કોચિંગ ક્લાસીસ વાળા સંચાલકો દ્વારા ઉઘરાવાતી મનમાની ફી પર રોક લાગશે

તાજેતરમાં નેશનલ કન્ઝયુમર, ડિસ્યુટ રિડ્રેસલ કમિશન દ્વારા કોચિંગ સેન્ટર અને શિક્ષણ કેન્દ્રોએ સેવા આપી સંસ્થા છે, તેમ જણાવીને પોતાના ચુકાદામાં કમિશન બેન્ચે જણાવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થી સેવાનો લાભ ન લઈ શકે તો તેની ફી જપ્ત કરી શકાય નહીં, તેમજ કોર્ટે આ સંદર્ભમાં એડવાન્સ લીધેલી ફી પ્રાપ્ત કરવાની શરતને ઘેર વ્યાજબી અને અમાન્ય ગણાવી છે, કોચિંગ કે અભ્યાસ અધૂરો છોડવાના કેસમાં પૂરેપૂરી જપ્ત કરવાની કોચિંગ સેન્ટરોના સંચાલકોની શરત ગેર વ્યાજબી વેપાર રીતિ છે, આ હવે આવી રાઠોડી પ્રથાનો અંત લાવવો જરૂરી છે
ગાંધીનગર
વિગતો અનુસાર ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલા દ્વારા કોચિંગ સંસ્થાઓની ફી બાબતે ગેર વ્યાજબી વેપાર રીતી પર અંકુશ લગાવવા ટૂંક સમયમાં જ એક કાયદો લાગુ કરવામાં આવશે. સુત્રો દ્વારા જણાવ્યા મુજબ ઉપરોક્ત બાબતે કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (G.S.E.B) ના અધ્યક્ષનાં વડાપણા હેઠળ એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે, આ કમિટીમાં કુલ આઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ/કમિશનર/શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરવામાં આવશે. આ ૮ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારા ધોરણનો મુસદ્દો તૈયાર કરશે.