અલ્બાનિયાના વડાપ્રધાનએ ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં એક મીટિંગમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પની એક ભૂલને લઈને તેમની મજાક ઉડાવી

Spread the love

 

 

અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં યુરોપિયન પોલિટિકલ કમ્યુનિટી (EPC) ની મીટિંગમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પની એક ભૂલને લઈને તેમની મજાક ઉડાવી હતી જેને સાંભળી ત્યાં હાજર વૈશ્વિક નેતાઓ હસી પડ્યા હતા. ફ્રાન્સના પ્રમુખ ઇમેનુએલ મેક્રોન અને અઝબરૈજાનના પ્રમુખ ઈલ્હામ અલીયેવની સાથે વાતચીત દરમિયાન એીડી રામા અમેરિકન પ્રમુખની વર્લ્ડ મેપ તથા જિયોગ્રાફી અંગેની સમજ વિશે જોક્સ મારતા કેમેરામાં કેદ થયા હતા.
ટ્રમ્પ ભૂતકાળમાં અનેક પૂર્વ યુરોપિયન દેશો વચ્ચે અંતર જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. ઈપીસીની બેઠકમાં અલ્બાનિયાના પીએમની ફ્રેન્ચ અને અઝરબૈજાનના પ્રમુખ સાથે વાતચીતને કોઈએ કેમેરામાં કેદ કરી હતી થોડી જ વારમાં આ વીડિયો શિખર સંમેલનમાં હાજર લોકો વચ્ચે વાઈરલ થઈ ગયો હતો. વીડિયોમાં એડી રામા હસતાં મોઢે મેક્રોનને કહે છે કે, તમારે અમારી માફી માગવી જોઈએ કેમ કે પ્રમુખ ટ્રમ્પ દ્વારા અલ્બાનિયા અને અઝરબૈજાન વચ્ચે કરાયેલી શાંતિ સમજૂતિ અંગે તમે અમને શુભેચ્છા ન પાઠવી. તેમની આ ટિપ્પણી પર મેક્રોન અને અલીયેવ હસી પડે છે. જેનાથી જાણ થાયછે કે ત્રણેય રાષ્ટ્રપ્રમુખ મજાક મસ્તી કરી રહ્યા છે. જોકે ખરેખર તો મેક્રોન સાથે રામાની આ વાતચીતનો સંબંધ સીધી રીતે ટ્રમ્પની ખોટી નિવેદનબાજી સાથે હતો જે અમેરિકન પ્રમુખ તરીકે ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *