ટેસ્લાના માલિક ઈલોન મસ્ક ₹44 લાખ કરોડની સંપત્તિ સાથે વિશ્વના પ્રથમ બિઝનેસમેન

Spread the love

 

 

ટેસ્લાના માલિક ઈલોન મસ્ક 500 બિલિયન ડોલરના આંકડે પહોંચનારા વિશ્વના પ્રથમ બિઝનેસમેન બન્યા છે. ફોર્બ્સની રીઅલ-ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, બુધવારે (1 ઓક્ટોબર) જ્યારે યુએસ બજારો બંધ થયા, ત્યારે ઈલોન મસ્કની કુલ સંપત્તિ 500 બિલિયન ડોલર (રૂ. 44.33 લાખ કરોડ) સુધી પહોંચી ગઈ. ગઈકાલે ટેસ્લાના શેરમાં 3.31%નો વધારો થયો હતો, જેના કારણે મસ્કની નેટવર્થમાં આ વધારો થયો હતો. જોકે, મસ્કની વર્તમાન નેટવર્થ 499.1 બિલિયન ડોલર (₹44.33 લાખ કરોડ) છે. છેલ્લા 10 વર્ષમાં મસ્કની સંપત્તિમાં 34 ગણો વધારો થયો છે.
ટેસ્લાનું માર્કેટ કેપ આશરે 1.44 ટ્રિલિયન ડોલર (રૂ. 127 લાખ કરોડ) છે. તેના શેરની કિંમત 459.46 ડોલર છે. ટેસ્લાના શેરમાં ગયા વર્ષે 78% વળતર મળ્યું છે. છેલ્લા છ મહિનામાં, કંપનીનો શેર 62% વધ્યો છે. ટેસ્લાના ભારતમાં બે શોરૂમ છે, એક મુંબઈમાં અને બીજો દિલ્હીમાં.
ઈલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લા અને સ્પેસએક્સના CEO છે. મસ્કે 10 વર્ષની ઉંમરે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખ્યા અને 12 વર્ષની ઉંમરે “બ્લાસ્ટર” નામની વીડિયો ગેમ બનાવી. એક સ્થાનિક મેગેઝિને તેને 500 યુએસ ડોલરમાં ખરીદી. આ મસ્કની પ્રથમ વ્યવસાયિક સિદ્ધિ ગણી શકાય. 1995માં, તેમણે વેબ સોફ્ટવેર કંપની Zip2ની સ્થાપના કરી. કોમ્પેકએ 1999માં કંપનીને 307 મિલિયન ડોલરમાં હસ્તગત કરી. મસ્કને કંપનીમાં 7% હિસ્સાના બદલામાં 22 મિલિયન ડોલર મળ્યા. આનાથી ઈલોન મસ્કની બિઝનેસ સફરની શરૂઆત થઈ. મસ્કે 1999માં પેપાલની સ્થાપના કરી. ઇબેએ 2002માં તેને 1.5 બિલિયન ડોલરમાં ખરીદી હતી, જેનાથી તેમને આ સોદામાંથી 180 મિલિયન ડોલરની કમાણી થઈ. થોડા સમય પછી, મસ્કે સ્પેસએક્સની સ્થાપના કરી. આ કંપની દ્વારા, મસ્કનો હેતુ મંગળ પર એક કોલોની બનાવવાનો અને હ્યુમેનેટીને મલ્ટી પ્લેનેટ સ્પીશીજ બનાવવાનો છે.

મસ્કે ટેસ્લા, સ્પેસએક્સ અને ન્યુરાલિંક જેવી કંપનીઓની સ્થાપના કરીઃ
ટેસ્લા: ટેસ્લાની સ્થાપના 2003માં માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગ દ્વારા કરવામાં આવી હતી. ઈલોન મસ્ક કંપનીના શરૂઆતના રોકાણકારોમાંના એક હતા અને ફેબ્રુઆરી 2004 માં ટેસ્લામાં નોંધપાત્ર રોકાણ કર્યું હતું. ત્યારબાદ મસ્ક ટેસ્લાના ચેરમેન અને પછી સીઈઓ બન્યા. ટેસ્લાનું મિશન ઇલેક્ટ્રિક વાહનોને જાહેર જનતા માટે સુલભ બનાવવાનું અને ટકાઉ ઊર્જાને પ્રોત્સાહન આપવાનું હતું.
સ્પેસએક્સ: સ્પેસએક્સની સ્થાપના માર્ચ 2002માં ઈલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી. તેમનું સ્વપ્ન સ્પેસ લોન્ચનો ખર્ચ ઘટાડવાનું અને મંગળ પર માનવ કોલોની બનાવવાનું હતું. સ્પેસએક્સે 2008 માં તેનું પહેલું સફળ રોકેટ (ફાલ્કન 1) લોન્ચ કર્યું, અને તેનું ડ્રેગન કેપ્સ્યુલ 2012માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયું.
ન્યુરાલિંક: ન્યુરાલિંકની સ્થાપના ઈલોન મસ્ક દ્વારા 2016માં કરવામાં આવી હતી. કંપનીનો ઉદ્દેશ્ય બ્રેન-મશીન ઇન્ટરફેસ ટેકનોલોજી વિકસાવવાનો છે જે માનવ મગજ અને કમ્પ્યુટરને જોડે છે. ન્યુરાલિંકનો ઉદ્દેશ્ય ન્યુરોલોજીકલ રોગોની સારવાર કરવાનો છે અને ભવિષ્યમાં, માનવોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ સાથે વધુ સારી રીતે જોડવાનો છે.

વર્ષ નેટ વર્થ
2016 $10.70 બિલિયન (₹94.8હજાર કરોડ)
2017 $13.90 બિલિયન (₹1.23 લાખ કરોડ)
2018 $19.90 બિલિયન (₹1.76 લાખ કરોડ)
2019 $22.30 બિલિયન (₹1.97 લાખ કરોડ)
2020 $24.60 બિલિયન (₹2.18 લાખ કરોડ)
2021 $151.00 બિલિયન (₹13.38 લાખ કરોડ)
2022 $219.00 બિલિયન (₹19.41 લાખ કરોડ)
2023 $180.00 બિલિયન (₹15.96 લાખ કરોડ)
2024 $195.00 બિલિયન (₹17.29 લાખ કરોડ)
2025 $499.10 બિલિયન (₹43.99 લાખ કરોડ)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *