
ભારતમાં, દર વર્ષે 5.1 મિલિયન લોકો પર ચિકનગુનિયાનું જોખમ છે. હાલના પુરાવાઓના આધારે ચેપી રોગના મોડેલ્સનો અંદાજ છે કે વિશ્વભરમાં વાર્ષિક 14.4 મિલિયન લોકો ચેપના જોખમમાં છે.
ભારત આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા આવે છે. આ વિશ્લેષણ લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન, નાગાસાકી યુનિવર્સિટી અને સિઓલમાં ઇન્ટરનેશનલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું છે. આ સંશોધન BMJ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત થયું છે.
સંશોધકોએ ભવિષ્યમાં ચિકનગુનિયા ક્યાં થઈ શકે છે તેનો પ્રથમ ચેપી રોગ નકશો બનાવ્યો છે. તેમનો દાવો છે કે ચિકનગુનિયા એવા વિસ્તારોમાં ફેલાઈ શકે છે જ્યાં તે હાલમાં ચેપગ્રસ્ત નથી. જો તે નવા વિસ્તારોમાં ફેલાય, તો વિશ્વભરમાં કેસોની સંખ્યા 34.9 મિલિયન અને ભારતમાં 12.1 મિલિયન સુધી પહોંચી જશે.
ફેલાવાનું કારણઃ ચિકનગુનિયાના ફેલાવામાં બે મુખ્ય મચ્છર પ્રજાતિઓ સામેલ છે, જેને ‘વેક્ટર’ કહેવાય છે.
એડીઝ ઇજિપ્તીઃ તે મુખ્યત્વે દિવસ દરમિયાન કરડે છે. આ મચ્છર ડેન્ગ્યુ અને ઝિકા વાયરસ પણ ફેલાવે છે.
હાલમાં કોઈ સારવાર નથીઃ હાલમાં ચિકનગુનિયાનો કોઈ ઈલાજ નથી, પરંતુ કેટલાક દેશોમાં ઉપયોગ માટે બે રસીઓને મંજૂરી આપવામાં આવી છે. આ અભ્યાસ તેના પ્રકારનો પહેલો અભ્યાસ છે જેમાં મશીન લર્નિંગનો ઉપયોગ કરીને હાલના ડેટામાંથી ચિકનગુનિયા ચેપના ભારણનો અંદાજ કાઢવામાં આવ્યો છે.
બચવાના ઉપાયો ઃ
♦ મચ્છરોને પ્રજનન ન થવા દેવા
♦ ઘરની આસપાસ પાણી જમા થવા ન દેવું
♦ કૂલરનું પાણી દરરોજ બદલો અથવા તેમાં કેરોસીન/જંતુનાશકના થોડા ટીપાં ઉમેરવા
♦ ઘરની અંદર અને બહાર મચ્છર ભગાડનારા સ્પ્રેનો ઉપયોગ કરવો
♦ તમારા શરીરને ઢાંકી દે તેવા કપડાં પહેરવા