દમણની ફેક્ટરીમાં ઉત્પાદન તથા વાપીમાં સંગ્રહ કરી મુંબઈમાં વેચાણ માટે તૈયાર 5.9 કિ.ગ્રા. મેફેડ્રોન, રો-મટીરીયલ તથા એપરેટસનો જથ્થો પકડી પાડતી ATS ગુજરાત

Spread the love
Screenshot
Screenshot

અમદાવાદ
ATS Gujaratના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એલ. ચૌધરીને ગુપ્ત માહિતી મળેલ કે, વલસાડના વાપી ખાતે રહેતા મેહુલ ઠાકુર, વિવેક રાય તથા મોહનલાલ પાલીવાલ નામના ઈસમો એકબીજાના મેળાપીપણામાં વાપી ટાઉનમાં ચલા રોડ ઉપર આવેલ મોહિદ ટાવરની બાજુમાં આવેલ મનોજસિંગ ઠાકુરના બંગલામાં મેફેડ્રોન નામનો માદક પદાર્થ બનાવી વેચાણ કરે છે. આ મેફેડ્રોન ઉપરોક્ત ઈસમો એકબીજાની મદદથી દમણના બામણપુજા સર્કલ નજીક આવેલ ફાર્મહાઉસમાં બનાવતા હોવાનુ ખુલવા પામેલ છે.

ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એ.ટી.એસ.ના વરીષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓને જાણ કરી આ માહિતીને પો.વા.સ.ઈ. શ્રી આર. સી. વઢવાણાનાઓ મારફતે ટેકનીકલ રીસોર્સીસ દ્વારા ડેવલોપ કરાવી હ્યુમન રીસોર્સીસ દ્વારા ખરાઈ કરાવામાં આવેલ તથા આ માહિતીને દમણ પોલીસ ક્રાઈમબ્રાંચ સાથે શેર કરી દમણ પોલીસ ક્રાઈમબ્રાંચના સહયોગથી દમણના બામણપુજા ખાતેના ફાર્મહાઉસની સ્પષ્ટ ઓળખ કરવામાં આવેલ. જે ચોક્કસ ઈન્ટેલીજન્સના આધારે ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એલ.ચૌધરીનાઓના નેતૃત્વ હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી શ્રી કે.બી સોલંકી, પો.સ.ઈ. બી.ડી.વાઘેલા, પો.સ.ઈ. અજય ચૌધરી, પો.સ.ઈ. મયુર સોલંકી, પો.સ.ઈ. એમ.એમ ગઢવી, તથા સ્ટાફના માણસો અને દમણ પોલીસ અને વલસાડ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા તા. 02/10/2025ના રોજ વાપીના ચલા તથા દમણના ફાર્મહાઉસ ખાતે ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. જે દરમ્યાન માદક પદાર્થ મેફેડ્રોન (MD) બનાવવા માટેની પ્રોસેસ ચાલુમાં હોવાનું ખૂલવા પામેલ. જે સર્ચ દરમ્યાન કુલ 5.9 કિ.ગ્રા. મેફેડ્રોન (સોલીડ તથા લીક્વીડ) વાપી ખાતેના મનોજસિંગના મકાનમાંથી મળી આવેલ છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. ૩૦ કરોડની થાય છે. આ ઉપરાંત ઉપરોત રેડ દરમ્યાન આશરે ૩૦૦ કિલો રો-મટીરીયલ અને મેફેડ્રોન (MD) ઉત્પાદન માટે ઉપયોગમા લીધેલ ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે એપરેટસ બામણપુજા ખાતેના ફાર્મહાઉસમાંથી મળી આવેલ. જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ રેડ દરમ્યાન ઈસમ માહન નારાયણલાલ પાલાવાલ, રહ. 402A, તપોવન 2, ચલા, વાપી-વલસાડ, ગુજરાત નાઓની અટકાયત કરી ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય બે આરોપીઓ મેહુલ રજનેતસિંઘ ઠાકુર રહે. 105, આદર્શ બંગલો, ભાગ્યોદય સોસાયટી, વાપી-વલસાડ તથા મદદગાર કેમિસ્ટ વિવેક બલેન્દ્ર રાય રહે. ગિરિરાજભાઈની ચાલ-૩, ગાયત્રીનગર, છીરી, વાપી-વલસાડ હાલમાં ફરાર છે.

ઉપરોક્ત પકડાયેલ ઈસમની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે, જે મુજબ આરોપી મેહુલ રજનેતસિંઘ ઠાકુર નાઓએ કેમિસ્ટ વિવેક બલેન્દ્ર રાય તથા મોહન નારાયણલાલ પાલીવાલ નાઓ સાથે મળીને દમણમાં એક્સાઇઝ ચોકીની પાછળ, બામણપુજા સર્કલ નજીકના ફાર્મહાઉસમાં છેલ્લા 3-4 મહિનાથી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) તૈયાર કરવા રો-મટીરીયલ, સાધન-સામગ્રી એકત્રિત કરી કેમિકલ પ્રોસેસ કરેલ હતી અને તૈયાર થયેલ મેફેડ્રોન (MD) વાપીના ચલા ખાતેના પોતાના રહેણાંક મકાનમાં સંગ્રહ કરી વેચાણ શરૂ કરેલ હતું.

ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરી આરોપીઓ આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન (MD) કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ કરેલ હતો અને એ માટે તેઓને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુમાં છે.

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

1. મોહન નારાયણલાલ પાલીવાલ રહે. 402A, તપોવન 2, ચલા, વાપી-વલસાડ,

અગાઉ 2 કેસમાં NDPS અધિનિયમ હેઠળ ધરપકડ થયેલ છે અને હાલમાં પેરોલ જમ્પ કરી ફરાર થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *