
ધ્રુવ જુરેલની પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી,
કેએલ રાહુલની 9 વર્ષ બાદ શતક,
જુરેલ અને જાડેજાની રેકોર્ડ ભાગીદારી
અમદાવાદ
અમદાવાદ ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે મજબૂત લીડ મેળવી છે. ટીમ ઈન્ડિયા પાસે 286 રનની લીડ છે. શુક્રવારે રમતના અંતે ભારતેપ્રથમ ઈનિંગ્સમાં 5 વિકેટે 448 રન બનાવ્યા હતા. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા 104 અને વોશિંગ્ટન સુંદર 9 રન બનાવીને અણનમ રહ્યા છે .જાડેજા ૧૦૪,જુરેલ ૧૨૫ અને રાહુલ ૧૦૦ ની ત્રિપુટી એ શાનદાર સેન્ચુરી બનાવી અને 286 રનની લીડ આપી વેસ્ટઇન્ડીઝ ને હારની પરિસ્થિતિ માં મૂકી દીધી છે .અમદાવાદમાં ભારત ડ્રાઇવિંગ સીટ પર અને કેરેબિયન ટીમની દયનીય સ્થિતિમા મુકાઈ છે .
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે મજબૂત પકડ બનાવી લીધી છે.
દિવસની શરૂઆત કેએલ રાહુલ અને શુભમન ગિલે 121/2 ના સ્કોરથી કરી હતી. શુભમન ગિલે ભારતમાં કેપ્ટન તરીકે પોતાની પ્રથમ અડધી સદી પૂરી કરી, પરંતુ 50 રનના વ્યક્તિગત સ્કોર પર રિવર્સ સ્વીપ મારવાના પ્રયાસમાં આઉટ થઈ ગયો.ત્યારપછી કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા 2016 પછી ઘરઆંગણે પોતાની પ્રથમ સદી ફટકારી. જોકે સદી ફટકાર્યા બાદ તે પણ આઉટ થઈ ગયો હતો.રાહુલના આઉટ થયા બાદ વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આક્રમક બેટિંગ કરીને વેસ્ટ ઇન્ડિઝના બોલરોને હંફાવ્યા હતા. આ જોડીએ પાંચમી વિકેટ માટે 206 રનની ભાગીદારી નોંધાવી.
ધ્રુવ જુરેલે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારતા 190 બોલમાં 100 રન પૂરા કર્યાં હતા. તે 210 બોલમાં 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 125 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
બીજી તરફ રવીન્દ્ર જાડેજાએ પણ પોતાનો દમ બતાવ્યો અને 75 બોલમાં અડધી સદી પૂરી કરી. દિવસના અંત પહેલા જાડેજાએ પણ પોતાની સદી પૂરી કરી, જે પહેલી ઈનિંગ્સમાં ત્રીજી સદી હતી.
અગાઉ, વેસ્ટ ઇન્ડીઝની ટીમ પ્રથમ દાવમાં માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ, જસપ્રીત બુમરાહે 3 અને કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. ભારતીય બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનને કારણે ટીમ ઇન્ડિયા હવે આ ટેસ્ટ મેચમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.
ટેસ્ટમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કેએલ રાહુલ
આ વર્ષે ઓપનરોમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં કેએલ રાહુલ ટોપ પર છે. 2025માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં તે ત્રીજા ક્રમે છે. શુભમન ગિલે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 7 મેચમાં 800 થી વધુ રન બનાવ્યા છે અને હજુ પણ બેટિંગ કરી રહ્યો છે. બીજા સ્થાને ઝિમ્બાબ્વેનો સીન વિલિયમ્સ છે, જેણે કુલ 8 મેચ રમી છે અને 648 રન બનાવ્યા છે.
ટેસ્ટ મેચના બીજા દિવસે કે.એલ. રાહુલે ભારતીય ઈનિંગ્સની 65મી ઓવરમાં ચેઝની બોલિંગથી એક રન લઈને વેસ્ટ ઇન્ડીઝ સામે 190 બોલમાં પોતાની બીજી ટેસ્ટ સદી પૂરી કરી. રાહુલે 197 બોલની ઇનિંગ્સમાં 12 ચોગ્ગા ફટકાર્યા. રાહુલની ઘરઆંગણે પહેલી ટેસ્ટ સદી 2016માં આવી હતી, જ્યારે તેણે ઈંગ્લેન્ડ સામે 199 રન બનાવ્યા હતા.
રવિન્દ્ર જાડેજા : છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી,ધોનીને પાછળ છોડી દીધો,86 મેચમાં 79 છગ્ગા ફટકાર્યા, 6 નંબર પર બેટિંગ કરીને 1000 રન પૂરા કર્યા
રવિન્દ્ર જાડેજાએ પોતાના ટેસ્ટ કરિયરના 7,111મા બોલ પર 79મો છગ્ગા ફટકાર્યા. જ્યારે ધોનીએ 8,104 બોલનો સામનો કરીને 78મો છગ્ગા ફટકાર્યા હતો. ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારનારા ખેલાડીઓની યાદીમાં જાડેજા ત્રીજા સ્થાને છે. રિષભ પંત અને વીરેન્દ્ર સેહવાગ 90 છગ્ગા સાથે ટોચ પર છે. રોહિત શર્મા 88 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.
રવિન્દ્ર જાડેજા 2025 માં અત્યાર સુધી બેટ અને બોલ બંને સાથે ઉત્તમ ફોર્મમાં છે, આ તેની વર્ષની બીજી સદી છે. આ સદી સાથે જાડેજાએ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી.
રવીન્દ્ર જાડેજાએ ઘરે અને વિદેશમાં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે, આ તેની કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી છે. આ સાથે, રવિન્દ્ર જાડેજાએ એમએસ ધોનીના છ ટેસ્ટ સદીના રેકોર્ડની પણ બરાબરી કરી છે, જે છ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ હવે 2025 માં છઠ્ઠા કે તેથી ઓછા નંબર પર બેટિંગ કરીને સાત પચાસ-પ્લસ સ્કોર બનાવ્યા છે. તેણે વીવીએસ લક્ષ્મણના રેકોર્ડની પણ બરાબરી કરી, જે તેણે 2002 માં 23 ટેસ્ટ ઇનિંગ્સમાં સાત વખત હાંસલ કર્યો હતો.
રવીન્દ્ર જાડેજાએ વેસ્ટ ઇન્ડીઝ સામે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. તેણે 75 બોલમાં કુલ 50 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.મેચમાં ચાર છગ્ગા ફટકારીને, તેણે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે. જાડેજા પાસે હવે ટેસ્ટ ક્રિકેટમાં 79 છગ્ગા છે, જ્યારે ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં 78 છગ્ગા ફટકાર્યા હતા
અહેવાલો અનુસાર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ 75 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. આ દરમિયાન તેણે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ચોથો છગ્ગો ફટકારીને તેણે એમ.એસ. ધોનીનો સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો. એમ.એસ. ધોનીએ 90 મેચમાં 78 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 86 મેચમાં 79 છગ્ગા ફટકાર્યા છે. હવે રોહિત શર્મા, વીરેન્દ્ર સેહવાગ અને રિષભ પંત જાડેજાથી આગળ છે.
રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે નંબર 6 પર બેટિંગ કરીને 1000 રન બનાવનાર 7મો ભારતીય ખેલાડી બન્યો છે. રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી 26 ઇનિંગ્સમાં આ સ્થાન પર બેટિંગ કરી છે, જેમાં 56.72 ની સરેરાશથી 1020 થી વધુ રન બનાવ્યા છે. જાડેજા પહેલા, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ, રવિ શાસ્ત્રી, એમએસ ધોની અને રોહિત શર્માએ ટીમ ઇન્ડિયા માટે આ સ્થાન પર 1000 કે તેથી વધુ રન બનાવ્યા છે.




