
અમદાવાદ
આગામી દીવાળી ના તહેવાર નીમીતે આજ રોજ તા ૦૪/૧૦/૨૫ ના સમગ્ર ઝોન -૫ વીસ્તાર ના જ્વેલરી એસોસિએશન અને સોના-ચાંદી ના વેપારી અગ્રણી ઓ સાથે ડીસીપી શ્રી જીતેન્દૃ અગ્રવાલ તેમજ એ.સી.પી.શ્રી કુનાલ દેસાઈ સાહેબ ની અધ્યક્ષતા મા મીટીંગ નુ આયોજન કરવામા આવેલ હતુ. જેમા સમગ્ર ઝોન -૫ વીસ્તાર ના આશરે -૧૦૦ જેટલા વેપારી મિત્રો હાજર રહેલ હતા. આગામી તહેવારો ના સમય મા તકેદારી ના ભાગ રુપે શુ શુ કરવુ જોઈએ અને પોલીસ કમીશ્નર સાહેબશ્રી ના CCTV ને લગતા વીઝનરી પ્રોજેક્ટ વીશે પણ માહીતી આપી અને વધારે માં વધારે CCTV લગાવવા અપીલ કરેલ હતી. આ ઉપરાંત વેપારી ઓ ના પણ પ્રશ્નનો ની ચર્ચા કરી અને યોગ્ય નીકાલ કરવા બાંહેધરી આપેલ હતી.
