ડ્રાઇવ દરમ્યાન ૨૦૧ મોબાઇલ રીકવર કરી“તેરા તુજકો અર્પણ” અંતર્ગત મોબાઇલના મુળ માલિકને પરત સોંપવામાં આવ્યા

Spread the love

અમદાવાદ 

નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૪ દ્વારા સી.ઇ.આઇ.આર પોર્ટલ પર ટ્રેસ થયેલ મોબાઇલ રીકવર કરવાની રાખવામા આવેલ ડ્રાઇવ દરમ્યાન ૨૦૧ મોબાઇલ રીકવર કરી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોબાઇલના મુળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા અધીક પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૦૨ અમદાવાદ શહેર નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમીશ્નરશ્રી ઝોન-૪ સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ તા-૧૨/૦૯/૨૦૨૫ થી તા-૦૧/૧૦/૨૦૨૫ દરમ્યાન CEIR પોર્ટલ પર ટ્રેસ થયેલ મોબાઇલ પૈકી પરત મળેલ ન હોય તેવા મોબાઇલ પરત મેળવવા અંગેની રાખવામાં આવેલ ડ્રાઇવ દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૪ તથા ઝોન-૪ હસ્તકના તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા શોધી કાઢી આજરોજ તા.૦૪/૧૦/૨૦૨૫ ના રોજ GIDC નરોડા ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત શોધવામાં આવેલ કુલ-૨૦૧ મોબાઇલ અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૪ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “એફ” ડીવીઝન સાહેબના હસ્તે મુળ માલિક નાઓને સોંપવા અંગેની પ્રસંશનીય કામગીરી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *