અમદાવાદ
ગુજરાતના વિચરતા તથા વિમુક્ત (NT-DNT) સમાજનું રાજ્ય સ્તરીય મહા સમ્મેલન ૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ, અમદાવાદ ખાતે યોજાશે. આ મહા સમ્મેલનમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૪૦૦૦થી વધારે વિચરતા વિમુક્ત સમુદાયોના પ્રતિનિધિઓ અને લોકો ભાગ લેશે.
આ ભવ્ય કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ડૉ. કે. લક્ષ્મણ (માન.રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપ ઓબીસી મોરચો તથા સાંસદ રાજ્યસભા), માન. કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, માન. શ્રી રત્નાકર (ભાજપ સંગઠનના પ્રદેશ મહામંત્રી), રાજ્યસભાના સાંસદ તથા ભાજપ ઓબીસી મોરચાના ગુજરાત અધ્યક્ષ માન. શ્રી મયંક નાયક અને ભારત સરકારના DWBDNCના સભ્યો શ્રી ભરતભાઈ પટણી તથા શ્રી પ્રવીણ ઘુગે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ છેલ્લા દાયકામાં વિચરતા તથા વિમુક્ત સમાજ માટે અનેક ઐતિહાસિક પગલાં લીધાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ઇદાતે કમિશનની રચના, વિમુક્ત-વિચરતા વિકાસ બોર્ડની સ્થાપના અને SEED યોજનાની શરૂઆત, દેશમાં પહેલી વાર મોટા પાયે ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ વિમુક્તિ દિવસ ઉત્સાહભેર ઉજવાયો આ બધા એના જીવંત દાખલા છે. ભાજપની રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા વિકાસ વિચરતા વિમુક્ત સમુદાયો માટે જે ઐતિહાસિક કાર્યો થયા છે અને હાંસિયામાં રહી ગયેલા લોકો માટે જે વિવિધ યોજનાઓ છે તે વિષે અમો વધારે જાગૃતિ ફેલાવીશું જેથી આ સમુદાયોને વધારે લાભો મળે.
આજે NT-DNT સમાજ શિક્ષણ, આવાસ અને રોજગાર જેવા મુદ્દાઓ પર પ્રગતિની દિશામાં આગળ વધવા આતુર છે. વિચરતા વિમુક્ત સમુદાયો સરકારના કલ્યાણકારી અભિગમથી આશાવાદી છે, આ સમુદાયોના વિકાસ અને કલ્યાણ માટે બીજી કેટલીક યોજનાઓ સરકાર શરુ કરશે એવો વિશ્વાસ છે અને એ માટે અમો સરકારને જ્યાં જરૂર પડે ત્યાં સાથ સહકાર આપીશું.
વિમુક્ત અને વિચરતા સમાજોને વિશ્વાસ છે કે ભાજપ સરકાર એમના સર્વાંગી વિકાસ માટે જે જરૂરી છે તે કરશે.
