અમદાવાદ
આઈ.જી.પી.શ્રી વીધી ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધીક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય નાઓના સત્તત માર્ગદર્શન હેઠળ જીલ્લાના થાણા અધીકારીશ્રીઓને પ્રોહીબીશનની ગે.કા પ્રવૃતી ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી નિલમ ગોસ્વામી સાહેબ સાણંદ વિભાગ સાણંદ નાઓએ સીધા માર્ગદર્શન હેઠળ અસલાલી પો.સ્ટે વિસ્તારના વસઇગામ ખાતે મોટાપાયે દારૂનું કટીંગ કરનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કરવા સારુ પો.ઇન્સ શ્રી એન.એચ.સવસેટા અસલાલી પોસ્ટે નાઓએ સર્વેલંસ સ્ટાફના માણસોને સુચના આપેલ હતી તથા ઇ.પો.ઇન્સ શ્રી એચ.એન.બારીઆ અસલાલી પો.સ્ટે નાઓએ સર્વેલંસ સ્ટાફના પોલીસ માણસોને અત્રેના પો.સ્ટે માં સઘન પેટ્રોલીગ રાખી પ્રોહી. અંગેના ગણનાપાત્ર કેશો શોધી કાયદેસર કરવા સારૂ સુચના આપેલ જેના ફળ સ્વરૂપે પો.સ.ઇ શ્રી વી.એ.હરકટ તથા અ.પો.કો કુલદીપસિંહ ભરતસિંહ બ.નં ૧૪૫૫ નાઓના સંયુક્ત પ્રયત્નોથી મળેલ ચોક્કસ અને આધારભુત માહીતી આધારે વસઇગામની સીમ યસપાલસિંહ ઉર્ફે ડીગા ના રહેણાંક મકાન ની બાજુમાં આવેલ પતરાના શેડ નીચે તા-દસ્ક્રોઇ જી.અમદાવાદ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂન બોકસ નંગ ૮૮ , ૧૮૦ મી.લીની સીલબંધ ક્વોર્ટર બોટલ નંગ-૧૫૧૨ તથા ૩૭૫ મી.લીની બોટલ સીલબંધ નંગ-૧૪૪ તથા ૭૫૦ મી.લી ની બોટલ નંગ ૪પ૬ મળી કુલ નાની-મોટી બોટલ ક્વાર્ટર નંગ-૨૧૧૨ કુલ કી.રૂ.૧૨,૫૪,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી અસલાલી પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં.૧૧૧૯૨૦૦૨૨૫૦૭૨૯/૨૦૨૫ પ્રોહી ૬૫એ.ઇ, ૧૧૬(બી) મુજબનો ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
વોન્ટેડ આરોપી
યશપાલસિંહ ઉર્ફે ડીગો ખુમાનસિંહ ચૌહાણ રહે. વસઇગામની સીમ તા. દસ્ક્રોઇ જી. અમદાવાદ તથા પોલીસ તપાસ માં નીકળે તે વિગેરે
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી
આ કામગીરીમાં અમો એન.એચ.સવસેટા પોલીસ ઇન્સપેક્ટર અસલાલી પોલીસ સ્ટેશન એચ.એન.બારીઆ ઇ.પોલીસ ઇન્સ્પેકટર અસલાલી પોલીસ સ્ટેશન, PSI श्री વી.એ.હરકટ, એ.એસ.આઇ રોહીતકુમાર રમણલાલ બ.નં ૯૦૬.અ.પો.કો કુલદીપસિંહ ભરતસિંહ બ.નં ૧૪૫૫, અ.હે.કો પથીકસિંહ દશરથસિંહ બ.નં ૯૨૪,અ.હે.કો નરેન્દ્રકુમાર લક્ષ્મણભાઇ બ.નં ૯૯૫, અ.પો.કો દીવાનસંગ બળવંતસંગ બ.નં ૧૧૫૨, આ.લો.ર અજયસિંહ કાળુભાઇ બ.નં ૦૮૫, અ.પો.કો વિનોદભાઈ મનુભાઈ બ.નં ૭૩૪, આ.પો.કો સાદીકભાઇ ઉસ્માનભાઇ બ.નં ૩૫૮, આ.પો.કો દીપકસિંહ બહાદુરસિંહ બ.નં ૨૦૯ અ.લો.ર રાજુભાઇ ભીમાંભાઇ બ.નં ૧૦૧૩,જી.આર.ડી ચંન્દ્રેશભાઇ નાઓ સામેલ હતા.
