મહેસાણાઃ એસીબીએ લાખો રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે. ખેંગાર કમલેકર, રેવન્યું ક્લાર્ક ( વર્ગ-3) જમીન શાખા (N.A) ટેબલ, કલેક્ટર કચેર, મહેસાણાને 9 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે.
ટ્રેપનું સ્થળઃ આર.ટી.ઓ સર્કલ પાસે, જાહેર માર્ગ, સુભાષ બ્રિજ, અમદાવાદ
ફરીયાદીની માલિકીની ખેતીની જમીન જોટાણા તાલુકાના ઇજપુરા (જેઠાજી) ગામે આવેલ છે, આ જમીન બીનખેતી ( N.A.) કરાવવા માટે ફરીયાદીએ મહેસાણા કલેકટર કચેરીમાં અરજી કરેલ હતી, આરોપીએ ફરીયાદીની જમીન બીનખેતી ( N.A.) કરવા પેટે એક ચોરસફૂટ નાં રૂ.50 લેખે ઉચ્ચક 23 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
અંતે ફરિયાદી પાસે 12 લાખ રૂપિયા માંગવામાં આવ્યાં હતા. અંતે ફરિયાદી 9 લાખ રૂપિયા આપવા તૈયાર થયા હતા.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં સંપર્ક કરીને ફરિયાદ આપી હતી, જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાતા આરોપી 9 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો.
ટ્રેપીંગ અધિકારી: એસ.એન.બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ તથા એ.સી.બી. સ્ટાફ
મદદમાં: ડી.બી.મહેતા, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ
સુપરવિઝન અધિકારી: એસ.એન.બારોટ, ઇ.ચા. મદદનિશ નિયામક , ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી