શક્તિ વાવાઝોડાની તાજા અપડેટ્સની વાત કરીએ તો ગુજરાતથી વાવાઝોડું હાલ 800 કિલોમીટપ દૂર છે, આ વાવાઝોડું પ્રતિ કલાક 18 કિમીની સ્પીડી સમુદ્રમાં અંતર કાપી રહ્યું છે અને ઓમાનના દરિયાકાંઠે પહોંચી ગયું છે. જો કે આ વાવાઝોડું ફરી યુ ટર્ન લેશે અને ફરી ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે પરંતુ એવું અનુમાન છે કે ત્યાં સુધીમાં શક્તિ વાવાઝોડું નબળું પડી જશે,જેથી ગુજરાતને ખતરો નહિવત હોય તેવો અનુમાન સેવાઇ રહ્યું છે.
આ વાવાઝોડુ હાલ સિવિયર સાયક્લોન છે. યૂ ટર્ન લીધા બાદ આ વાવાઝોડુ બનશે, બાદ તે ડીપ ડિપ્રેશન બની જશે અને ત્યારબાદ તે ડિપ્રેશન બનશે. જો કે તેના જુદા –જુદા મોડલ અલગ અલગ અનુમાન વ્યક્ત કરી રહયાં છે. કેટલાક મોડલનું અનુમાન છે કે, યુટર્ન લઇને તે દરિયાના કાંઠા સુધી પહોંચશે. જ્યારે કેટલાક મોડલનું અનુમાન છે કે, તે દરિયામાં જ આગળ વધશે અને ગુજરાતથી દૂર જતી રહેશે, હાલની સ્થિતિને જોતા રાજ્ય પર તેની અસરની શક્યતા ઓછી દેખાઇ રહી છે. આ વાવાઝોડુની સૌથી વધુ અસર ઓમાનમાં થવાની શક્યતા છે. આ વાવાઝોડું 6 ઓક્ટોબરે વળાંક લેશે અને બાદ તે નબળુ પડશે. જેથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ પણ ધીમી પડી જશે. જો આ વાવાઝોડુ સમુદ્રમાં વિખેરાય જશે તો રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શકયતા પણ ખૂબ જ ઓછી છે.
હવામાન વિભાગની 8 ઓક્ટોબર સુધીની ચેતવણી જાહેર કરી છે
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, ચક્રવાતી તોફાન રવિવાર સાંજ સુધીમાં ઉત્તરપશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચશે. મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ (ચેન્નાઈ) અને ઉત્તર ભારતના રાજ્યો દિલ્હી, બિહાર અને હિમાચલ પ્રદેશ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યાં ભારે પવન અને ભારે વરસાદની અપેક્ષા છે. ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ પણ છે. 5-6 અને 7 ઓક્ટોબરના રોજ મુંબઈ, પુણે, થાણે અને મહારાષ્ટ્રના અન્ય પ્રદેશોમાં 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને મધ્યમથી . હળવા વરસાદની શક્યતા પણ છે.
ચક્રવાતને શક્તિ નામ કોણે આપ્યું?
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ચક્રવાતને શ્રીલંકા દ્વારા “શક્તિ” નામ આપવામાં આવ્યું હતું અને તે વિશ્વ હવામાન સંગઠન (WMO) અને એશિયન દેશોના સંયુક્ત પેનલ (ESCAP) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું હતું. એશિયન દેશોના સંયુક્ત પેનલમાં 13 દેશોનો સમાવેશ થાય છે: ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર, માલદીવ, થાઇલેન્ડ, ઈરાન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, યમન અને સંયુક્ત આરબ અમીરાત.
તીવ્રતા અને સ્થાનના આધારે ચાર પ્રકારના ચક્રવાત હોય છે. હિંદ મહાસાગર અને દક્ષિણ પેસિફિકમાં બનતા તોફાનોને ચક્રવાત કહેવામાં આવે છે. એટલાન્ટિક મહાસાગર અને પૂર્વીય પેસિફિકમાં બનતા તોફાનોને વાવાઝોડા કહેવામાં આવે છે. પશ્ચિમ પેસિફિકમાં બનતા તોફાનોને ટાયફૂન કહેવામાં આવે છે, અને ઓસ્ટ્રેલિયા નજીક સમુદ્રમાં બનતા તોફાનોને વિલી-વિલી કહેવામાં આવે છે.