Bank Holiday : 7 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે ચાર રાજ્યોમાં તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો બંધ રહેશે. અન્ય તમામ રાજ્યોમાં બેંકો ખુલી રહેશે, ત્યારે આ લેખમાં જાણીશું કે, RBIએ 7 ઓક્ટોબરે કયા રાજ્યોમાં રજા જાહેર કરી છે અને રજા કેમ આપી છે, તેના વિશે જાણીશું.
મહર્ષિ વાલ્મીકિ જયંતિ અને કુમાર પૂર્ણિમાના અવસરે કર્ણાટક, ઓડિશા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં બધી સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે. અન્ય તમામ રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે. આ બે તહેવારો આસો મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
મહર્ષિ વાલ્મીકિએ રામાયણ લખી હતી અને આ દિવસ તેમની યાદમાં ઉજવવામાં આવે છે. પૂર્વ ભારતમાં ખાસ કરીને ઓડિશા અને બિહારમાં કુમાર પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ચંદ્રની પૂજા કરે છે અને ભગવાન કાર્તિકેયને પ્રાર્થના કરે છે.
સોના-ચાંદીના ભાવ ઘટશે? દિવાળી સુધી ચાલુ રહેશે આ ટ્રેન્ડ, જાણો એક્સપર્ટ શું કહ્યું
ઓક્ટોબર 2025 બેંકિંગ કામગીરી માટે વ્યસ્ત મહિનો રહેશે, કારણ કે તેમાં સૌથી વધુ રજાઓ હોય છે. ગ્રાહકોને તેમની બેંકિંગ જરૂરિયાતો અગાઉથી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, ડિજિટલ અને ઓનલાઈન વ્યવહાર સેવાઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે.
નેટ બેંકિંગ ચાલુ રહેશે
બેંક રજાઓના દિવસે પણ ATM/ડેબિટ કાર્ડ વ્યવહારો કાર્યરત રહે છે. તમે કોઈપણ મુશ્કેલી વિના પૈસા ઉપાડી શકો છો અથવા POS પેમેન્ટ કરી શકો છો. આ સુવિધા બેંક રજાઓના દિવસે પણ ઉપલબ્ધ છે. તમે રજાના દિવસે પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો, બિલ ચૂકવી શકો છો અને એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોઈ શકો છો.